Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કરણપરા વિસ્તારમાં પેવરકામ

શહેરના વોર્ડ નં. ૭ ના જાગૃત કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ તથા હીરલબેન મહેતાના સહીયારા પ્રયાસોથી વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો  થઇ રહ્યા છે. તેના ભાગરૂપે કરણપરા મઢુલી ચોક વિસ્તારમાં પેવર કામનો પ્રારંભ કરાતા મેયર બીનાબેન આચાર્ય, વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતીમાં શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના અતિથિવિશેષપદે અને સ્થાનિક અગ્રણી ડો. ભરતભાઇ પારેખ, જયંતિભાઇ ભટ્ટ, અતુલભાઇ પોપટ, જયેન્દ્રભાઇ મહેતા, યશવંતસિંહ સોસોદીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ તકે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, મહામંત્રી અનીલ લીંબડ, રમેશ પંડયા, કીરીટ ગોહેલ, દીપક ભટ્ટ, પુનીતાબેન પારેખ, ઉમેશભાઇ ધામેચા, વિશાલ માંડલીયા, પ્રતિક વેગડ, રવજીભાઇ સુવાગીયા, રાજેશ ચાવડા, કમલેશ હિન્ડોચા, રાજુ મુંધવા, રાજુ સવાણી, વિમલ જોષી, શંકરભાઇ પ્રભુજયોત, અનિલભાઇ પાટડીયા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:31 pm IST)