Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચેતેશ્વર પુજારાનો મતદારોને અપીલ કરતો લેટેસ્ટ વિડીયો મંજુર કરતુ કેન્દ્રિય ચુંટણી પંચ

ચૂંટણી પંચે દેશના અન્ય રાજયોમાં પણ આ વિડીયો પ્રચલીત કરવા હિન્દીમાં કરાવ્યો : ગઇકાલે સાંજે મંજુરી આપીઃ હવે ચેતેશ્વરનો વિડીયો પેટા ચૂંટણીમાં તંત્ર ઉપયોગ કરશે તો ચેતેશ્વર ચુંટણીપંચ તરફથી દેશભરમાં મતદારોને અપીલ કરશેઃ હાલ તેઓ દુબઇ-ઓસ્ટ્રેલીયા હોય હિન્દીમાં વિડીયો શકય નથી

રાજકોટ તા. ર૭ : ભારતનો ધરખમ બેટસમેન ચેતેશ્વર પુજારા હાલ દુબઇ-એસ્ટ્રેલીયાના પ્રવાસે છે, પરંતુ તેમના અવાજમાં મતદારોને અચુક મતદાન કરવા, મતાધીકારનો ઉપયોગ કરવા એવો અપીલ કરવા એનો અપીલ કરતો ચેતેશ્વર પુજારાના અવાજ વાળો વિડીયો રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રે બનાવ્યો હતો, આઠદિ'માં બનાવાયેલ આ વિડીયો ચુંટણી પંચને મોકલા મેલ, જેને ચુંટણી પંચે ગઇકાલે સાંજે મંજુરી આપતા આગામી ૩ ડીસેમ્બરે યોજનાર વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં આ વિડીયોનો જે તે કલેકટર તંત્ર ઉપયોગ કરશે.

અત્રે એ નોંધનીય છે કે સ્ટાર બેટસમેન ચેતેશ્વર પુજારા ગુજરાતનો બ્રાન્ડ એમ્બેસેલડર છે, પરિણામે આ વિડીયો બનાવાયો હતો જેને મંજુરી મળી ગઇ છે.

દરમિયાન ચુંટણી પંચે આ વિડીયોને હવે હિન્દીમાં બનાવવા અંગે કલેકટર તંત્રને કહ્યું છે, જેથી કરીને દેશના અન્ય રાજયોમાં ચેતેશ્વરનો હિન્દીમાં બનાવાયેલ મતદારોને અચુક મતદાન અપીલ કરતો વિડીયો પ્રચલીત થશે

ગુજરાતની સાથેસાથે ઓફરીસ્સા-ઉતરપ્રદેશ-કર્ણાટક બિહાર સહિતના ૧ર રાજયોમાં ચુંટણી થઇ રહી છે, જો હિન્દીમાં વિડીયો શકય બનશે તો તઆ રાજયોમાં પણ ચેતેશ્વર પુજારા મતદારોને અચુક મતદાન કરો તેવી અપીલ કરતા જોવા મળશે.

જો, કે આજે સવારે નાયબ કલેકટર શ્રી ધાંધલે ''અકિલા''ને જણાવ્યું હતું કે, હાલ ચેતેશ્વરનો હિન્દીમાં વિડીયો બનાવવો શકય નથી, કારણ કે તેઓ એમ્બેસેડર છે., તેઓ પરત આવ્યે અને સમય મળ્યે તેમનો હિન્દીમાં મતદારોને અપીલ કરતો વિડીયો બનાવાશે.

(11:24 am IST)