Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મહાવીરનગર સ્થા.જૈન સંઘમાં નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે ૨૧ દિવસીય સંકલ્પ સિદ્ધિ સાધનાના અંતિમ તબક્કાનું કાલે આયોજન

સંઘનાં સદસ્યોનું સ્વામિવાત્સલ્ય ભોજન પણ યોજાશે

રાજકોટ,તા.૨૭: જીવનની કટોકટીની ક્ષણોમાં આત્માના ઊંડાણમાંથી સ્વયં સ્કુરિત થએલા મહાપ્રભાવક શ્રી ઉગ્સગ્ગહરં સ્તોત્રને જીવનનો શ્વાસમંત્ર બનાવીને સિદ્ધહસ્ત કરનારા રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ના બહ્મનાદે ચાલી રહેલી ૨૧ દિવસીય સંકલ્પ સિદ્ધિ સાધનાના ૨૧માં અને અંતિમ તબક્કાનું તેમજ 'પ્રભુ સામે કે સાથે' પ્રવચનનું આયોજન કાલે તા.૨૮ને રવિવારે શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘનાં આંગણે સવારે ૯:૧૫ કલાકે પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા સ્કૂલની સામે કરવામાં આવ્યું છે.

વિરાણી પૌષધશાળાના પૂણ્યશાળી પ્રાગંણે ૧૦ જુનથી પ્રારંભ થયેલી અને ત્યારબાદ રોયલપાર્ક ઉપાશ્રયના  આંગણે ૨૦ રવિવારથી અવિરતપણે વિશિષ્ટ પ્રકારના લય, પ્રત્યેક શબ્દોની વિશિષ્ટ પ્રકારની ગતિ, યોગ્ય આરોહ- અવરોહ અને પ્રભાવક શબ્દોના જોડાણને વિશિષ્ટ પ્રકારના સ્વરગુંજન સાથે રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી કરાવવામાં આવેલી પ્રભુ પાર્શ્વનાથની ભકિતરૂપ આ અદભુત મહાપ્રભાવક સંકલ્પ સિદ્ધિની સાધનામાં જોડાઈને દેશ- વિદેશના હજારો ભાવિકોનના તન, મન અને જીવનની સમગ્ર નેગેટીવીટીને દૂર થઈને સર્વ પ્રકારે માંગલ્યતાની અલૌકિક અનુભૂતિ કરી છે.

આ સાથે જ શ્રી મહાવીરનગર સંઘનાં ઉપક્રમે શ્રીસંઘનાં સદસ્યોના સ્વામિવાત્સલ્ય ભોજન- સંઘ જમણનું આયોજન બપોરે ૧૨ કલાકે પારસ હોલમાં કરવામાં આવ્યું છે.(૩૦.૩)

(4:06 pm IST)