Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશઃ વોર્ડ નં. ૩ માં સઘન દવા છંટકાવ

મેયર બીનાબેન દ્વારા ઝુંબેશનો પ્રારંભઃ આજથી મચ્છરજન્ય રગચાળો અટકાવવા સઘન દવા છંટકાવ ઝુંબેશ મેયર બીનાબેન આચાર્ય તથા ડે. મેયર અશ્વીનભાઇ મોલીયાની ઉપસ્થિતિમાં શરૂ થઇ તે વખતની તસ્વીર. (૪.૧૦)

રાજકોટ, તા., ૨૭: ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાઇ છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુ પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયેલ છે. જે અન્વયે તહેવારો પહેલા રોગચાળા અટકાયતી માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરેલ છે. જેમાં દરરોજ ર વોર્ડમાં સઘન ફોગીંગ ઝુંબેશ હાથ ધરેલ છે.

આ ઝુંબેશ અંતર્ગત રોગચાળા અટકાયતી કામગીરી અન્વયે ેચેપેી મચ્છરના નાશ માટે આજ તા. ર૭-૧૦-ર૦૧૮ના રોજ વોર્ડ નં. ૩ માં ફોગીંગ તથા વાહક નિયંત્રણની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા વોર્ડના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ. આ ઝુંબેશમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઇ મોલીયા, નેતા શાસક પણ દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, આરોગ્ય સમીતી ચેરમેન જયમીન ઠાકર, આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ કામગીરી હેઠળ વોર્ડ ૩ માં જયુબેલી ગાર્ડન પાછળ, કૃષ્ણપરા, જુની લોધાવાડ, તીલકપ્લોટ, મુરલીલાઇન, મોચીબજાર, મે. રોડ, ભીડભંજન, ચમડીયા, ખાટકીવાસ, બેડીનાકા, પરાબજાર, નરસંગપરા, રૂખડીયા મદ્રાસી ખાડો, રૂખડીયા રાજીવનગર, રૂખડીયા અતુલનો ખાડો, રૂખડીયા નકલંક પરા, પ૩ કવાટર્સ તથા તેની પાછળ મફતીયું પરૂ, પોપટપરા રઘુનંદન, કૃષ્ણનગર, સંતોષીનગર જેલની સામે, હંસરાજનગર, જંકશન કો.ઓ.સોસા., લાલા બહાદુર શાસ્ત્રીનગર, સિંધી કોલોની, પરસાણાનગર, સ્લમ હુડકો કવાટર્સ, લાખાબાપાની વાડી, સ્લમ કવાટર્સ બે માળીયા, ભીસ્તીવાડ, ગાયકવાડી, જંકશન પ્લોટ, કૈલાસવાડી, તોપખાના, વાલ્મીકી વાડી, જામનગર રોડ, કિટીપરા આવાસ યોજના, સરકારી પ્યુન કવાટર્સ, ભીસ્તીવાડ, સીએલએફ કવા, વાલ્મીકી આવાસ યોજના, રેલનગર મે. રોડ, રેલનગર-૧ અને ર, સાંઇબાબા સોસા. સુર્ય પાર્ક, સંતોષીનગર મફતીયું, ચંદ્રશેખર  આઝાદ આવાસ, મહારાણા પ્રતાપ આવાસ, લાલ બહાદુર શાસ્ત્રી આવાસ, શીતલ પાર્ક, રાધે પાર્ક, ગંગોત્રી પાર્ક, અર્પણ પાર્ક, રામેશ્વર પાર્ક, ક્રિષ્ના પાર્ક, લોર્ડ ક્રિષ્ના સીટી, શીવમ પાર્ક, પરમેશ્વર પાર્ક, ભકિત પાર્ક, સમર્પણ પાર્ક, શ્રી નાથદ્વાર સોસા., શ્રી નાથજી સોસા., ડો.હેડગેવાર આવાસ, છત્રપતિ શીવાજી આવાસ, મહર્ષિ અરવિંદ આવાસ, સુભાષ ચંદ્ર બોઝ આવાસ, વિરસાવરકર આવાસ, લોક માન્ય તિલક આવાસ, ખુદીરામ બોઝ, આવાસ, ઝાંસીની રાણી આવાસ, સાધુ વાસવાણી કુંજ રોડ, શિવાલય ચોક, ક્રિષ્ના બંગલોઝ, ઘનશ્યામ રેસીડેન્સી, મુરલીધર સોસા. વગેરે વિસ્તાર ફોગીંગ કામગીરી હેઠળ આવરી લીધેલ છે.(૪.૧૧)

મચ્છર ઉત્પતી અટકાવવા લોકોને વિનંતી છે કે

* પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખવા.

* સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંધ થઇ શકતા નથી અને દર અઠવાડીયે સાફ પણ થઇ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાંખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી.

* પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ કપડાથી કોરી કરી સાફ કરવી.

* ટાયર, ડબ્બા-ડુબ્બી તથા અન્ય ભંગારનો યોગ્ય નિકાલ કરવો.

* પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલ કુંડી-અવાડા નિયમીત સાફ કરવા.   

 

(3:56 pm IST)