Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

તળિયા વગરની પોસ્ટ સેવા !

રાજકોટઃ શહેરનાં અમીન માર્ગ ઉપર પોસ્ટ વિભાગે થાંભલા સાથે દોરીથી એક ટપાલ પેટી ટીંગાડેલી છે. અને આ ટપાલ પેટીનું તળીયુ નીચેથી તુટી ગયું છે. કોઇ ટપાલ નાંખે એટલે તુરત જ તેની ટપાલ તેને પોતાને જ નીચેથી મળે તેવી સ્થીતીમાં આ જર્જરીત ટપાલ પેટી છે. જે તસ્વીરમાં દર્શાય છે. ત્યારે 'તળિયા વગરની આ પોસ્ટ' સેવાને વહેલી તકે સુધારવા લોક માંગ ઉઠવા પામી છે. નોંધનીય છે કે આજનાં સમયમાં હવે ટપાલ પેટીનો ઉપયોગ પણ કોઇ એકલ દોકલ વ્યકિત મહિનામાં માંડ એકાદ વખત કરતાં હોઇ તેવી સ્થીતિ છે. આથી આ બાબતે કોઇ ફરીયાદ કરતુ નથી અને તંત્ર પણ આ બાબતે બેદરકાર થતુ જાય છે. (પ-ર૮)

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:54 pm IST)