Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

શાપર-વેરાવળ પુલ પાસે પતિના બાઇક પાછળથી પડી જતા ભાનુબેનનુ મોત

મહિલાએ રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં દમ તોડયો પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ર૭ : શાપર-વેરાવળ નજીક પુલ પાસે પતિના બાઇક પરથી પડી જતા મહિલાનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ મવડી રોડ ગુરૂદેવ પાર્કમાં રહેતા ભાનુબેન જેન્‍તીભાઇ સોજીત્રા (ઉ.પ૪) ગઇકાલે પતિના બાઇક પાછળ બેસીને ગોંડલ જતા હતા ત્‍યારે શાપર-વેરાવળ નજીક પુલ પાસે પતિના બાઇક પાછળથી પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ ભાનુબેનને સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતં આ બનાવ અંગે હેડ કોન્‍સ હસમુખભાઇએ પ્રાથમીક કાગળો કરી શાપર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(4:58 pm IST)