Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નિધિ સ્‍કૂલ દ્વારા એક દિવસીય રાસોત્‍સવ

નિધિ સ્‍કૂલ દ્વારા સ્‍કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે વેલકમ નવરાત્રી મહોત્‍સવ વેલવેટ પાર્ટી પ્‍લોટ અયોધ્‍યા ચોક ખાતે યોજવામાં આવેલ. મુખ્‍ય મહેમાન તરીકે નિધિ સ્‍કૂલના ચેરમેન શ્રીમતિ સજજનબા એસ. ચુડાસમા, ડો. નંદીસ ઠકકર, (જીવા વિમેન્‍સ હોસ્‍પિટલ) શ્રીમતિ જયશ્રીબા પી. જાડેજા (અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ), શ્રીમતી રમણીકબા જી. વાળા (સમર્પણ હોસ્‍પિટલ), ડો. અલ્‍પનાબા એસ. ઝાલા, ડો. પ્રતીક્ષા ઠકકર ઉપસ્‍થિત રહ્યા હતા. આ નવરાત્રી મહોત્‍સવમાં નિર્ણાયક તરીકે શ્રીમતિ ડીમ્‍પલબા એચ. જાડેજા (ખાનપર), શ્રીમતિ પ્રીયંકાબા સરવૈયા, ભગીરથસિંહ જાડેજા (ચાંદલી) એ સેવા આપી હતી. નવરાત્રી મહોત્‍સવમાં કે. જી. વિભાગના વેલડ્રેસ પ્રિન્‍સ તરીકે ચૌહાણ યુગ, વખારિયા આર્ય, રાઠોડ ભાગ્‍યરાજ, તેમજ વેલડ્રેસ પ્રિન્‍સેસ તરીકે બોરીચા પ્રીંશી, બગડા ખ્‍યાતી, ડાંગર દેવાંશી તેમજ ધોરણ ૧ થી ૪ માં પ્રિન્‍સ તરીકે તેરૈયા ઓમ, વોલરા નયર, ચાવડા પૂરવ તેમજ વેલડ્રેસ પ્રિન્‍સ તરીકે ચૌહાણ જયવીરસિંહ તેમજ પ્રિન્‍સેસ તરીકે સોંડાગર આયુષી, રાણા પ્રિયાંશીબા, જાદવ પ્રિયા તેમજ વેલડ્રેસ પ્રિન્‍સેસ તરીકે વાડોલીયા વિરાલી, તેમજ ધોરણ-પ થી ૮ માં પ્રિન્‍સ તરીકે સોહલા કરણ, ચાવડા ઉદય, પરમાર વરદ, તેમજ વેલડ્રેસ પ્રિન્‍સ તરીકે સોલંકી માર્તિક, તેમજ પ્રિન્‍સેસ તરીકે મકવાણા વિરાલી, મકવાણા ઇશિતા, ચૌહાણ પ્રિયાંશી, તેમજ વેલડ્રેસ પ્રિન્‍સેસ તરીકે ભરડવા કાવ્‍યા તેમજ ધોરણ ૯ થી ૧ર માં પ્રિન્‍સ તરીકે વાઘેલા આદિત્‍ય, જેઠવા વૃષિક, જોટંગીયા પ્રિન્‍સ, તેમજ વેલડ્રેસ પ્રિન્‍સ તરીકે ચાવડા વિશ્‍વરાજ તેમજ પ્રિન્‍સેસ તરીકે ચાવડા દ્રષ્‍ટી, ટાંક હેમાંગી, નડીયાપરા નંદની, તેમજ વેલડ્રેસ પ્રિન્‍સેસ તરીકે ગોસ્‍વામી આરતી, તેમજ વાલીઓમાં પ્રિન્‍સ તરીકે જયેશભાઇ પરમાર, જીગરભાઇ ચૌહાણ, તેમજ પ્રિન્‍સેસ તરીકે બગડા જયોતિબેન, દેવુબેન ધોળકિયા, શિવાનીબેન પરમાર, તેમજ વેલડ્રેસમાં રાધિકાબેન મૈયડ તેમજ શિક્ષક વિભાગમાં પ્રિન્‍સેસ તરીકે મીરાબેન ડોલેરા, આશાબા જાડેજા, ભૂમિબેન વાઘેલા, તેમજ વેલડ્રેસ પ્રિન્‍સેસ ડોલીબેન જોષી જાહેર કરવામાં આવેલ હતા. વિજેતા પ્રિન્‍સ અને પ્રિન્‍સેસને મહેમાનો દ્વારા ઇનામો આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. સમગ્ર નવરાત્રી મહોત્‍સવનું સંચાલન જાનકીબેન નકુમ અને નેહલબેન દવે દ્વારા કરવામાં આવેલ હતું. આ નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા નિધિ સ્‍કૂલના મેનેજીંગ ટ્રસ્‍ટી યશપાલસિંંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રિન્‍સીપાલ બીનાબેન ગોહેલ, તેમજ હર્ષદભાઇ રાઠોડ, નીરવ વ્‍યાસ, તુષારભાઇ રાવલ તેમજ શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી.

(4:37 pm IST)