Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

માડી તારા મંદિરીયામાં ઘંટારવ ગાજે... ઉંચા ઉંચા મંદિરીયામાં માડી તું બિરાજે

રાજકોટ : આદ્ય શકિતની ભકિત કરવાનું પાવન પર્વ એટલે આસો નવરાત્રી શહેરના પ્રાચીન ગરબી મંડળો દ્વારા પ્રાચીન રાસ - ગરબા, દુહા-છંદના સથવારે નાની બાળાઓ ગરબે ઘુમીને માતાજીને વિનવે છે કે માડી તારા ઉંચા મંદિરીયામાં ઘંટારવ ગાજે... ઉંચા ઉંચા મંદિરીયામાં માડી તું બિરાજે સહિતના ગરબા સંગ સંગીતની સૂરાવલી રાસની રમઝટ બોલાવે છે. ગરબી મંડળની બાળાઓના રાસ નિહાળવા ભાવિકો મોટી સંખ્‍યામાં ઉમટી પડે છે. આયોજકો અને દાતાઓ દ્વારા પ્રસાદી અને લ્‍હાણીનું વિતરણ કરી ધન્‍યતા અનુભવે છે. શ્રી પવન પુત્ર ગરબી મંડળ : શહેરમાં છેલ્લા ૩૩ વર્ષથી સોરઠીયા વાડી-૧, કોર્નર બગીચા પાસે શ્રી પવન પુત્ર ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ખૂબ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબીમાં ગાયક તરીકે શૈલેષભાઇ પીઠવા, નિલેશભાઇ સોરીયા, ઢોલકમાં રાજુભાઇ કાપડી, મંજીરામાં પ્રવિણભાઇ કેસરીયા, બેન્‍જો માસ્‍તર વિજયભાઇ સોલંકી સહિતના સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા રાજુભાઇ પોપટ, શૈલેષભાઇ પાબારી, રઘુભાઇ બોળીયા, રક્ષાબેન બોળીયા, ગોપાલભાઇ જાદવ, બાબુભાઇ ગોહેલ, પ્રશાંતભાઇ બોળીયા, રમેશભાઇ જાદવ, ધર્મેશભાઇ ડોડીયા, મયુરભાઇ ગોહેલ, મહેશભાઇ વાઢેર, સંજયભાઇ પટેલ, નાગજીભાઇ પટેલ, વીકીભાઇ મેવાળા સહિતના સેવા આપે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)(

(4:36 pm IST)