Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અંબે માઁ ના ઉંચા મંદિર નીચા મોલ રે... ઝરૂખડે દિવા બળે રે લોલ...

રાજકોટ : જગત જનની મા જગદંબાની આરાધનાનું પાવનકારી મહાપર્વ આસો નવરાત્રીનો ગઇકાલથી મંગલ આરંભ થયો છે. હવે સતત ૯ દિવસ અને રાત્રી ભાવિકો માતાજીની ભકિત કરી રહ્યા છે. શહેરના ચોક જાણે ચાચર ચોક બન્‍યા હોય તેમ પ્રાચીન ગરબીમાં દુહા - છંદ - સ્‍તુતિ સંગ ભકિતનો દિવ્‍ય માહોલ સર્જાય છે. શ્રી અંબિકા ટ્રસ્‍ટ કરણપરા ગરબી : શહેરના કરણપરા ચોક ખાતે છેલ્લા ચાર દાયકાથી આસો નવરાત્રીની ખૂબ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગઇકાલે પ્રથમ નોરતે દિપ પ્રાગટય શ્રી જેરામદાસબાપુ રામજી મંદિર ગોંડલના, શ્‍યામસુંદરદાસ બાપુ, જગદીશભાઇ શાષાી, કૌશિકભાઇ શાષાી સહિતના ભાવિકોની ઉપસ્‍થિતિમાં માતાજીના નામનો દિવ્‍ય જયઘોષ સાથે કરવામાં આવ્‍યો હતો. ગરબીના મુખ્‍ય રાસોમાં માડી તારા અઘોર નગારા વાગે, મોગલ માંનો મેળો, બેડા રાસ, રામરોટી, બાદશાહ રાસ, આવ્‍યા અંબે માં વગેરેનો સમાવેશ થાય છે.  આ વર્ષે ગરબી મંડળમાં ૪૫ બાળાઓ છે તેમજ ગરબી મંડળને રાજકોટ શહેરની પ્રાચીન ગરબીઓમાં છેલ્લા ૨૫ વર્ષથી ટોપ ઇન સીટી ગરબી મંડળનું બિરૂદ મળેલ છે. ગરબી મંડળના ગાયક કલાકારો અજયભાઇ આહિર, પ્રાચીબેન જાદવ, પુનમબેન ગોંડલીયા, નિધ્‍ધીબેન ગોહેલ, દિલીપભાઇ બારોટ, ઢોલ વાદક કિસન મિરાણી, સંજય ગોહેલ, બેન્‍જો વાદક ભીખાભાઇ માંડલીયા તથા મીરા સાઉન્‍ડનો સહયોગ મળી રહ્યો છે. અંબિકા ટ્રસ્‍ટ કરણપરા ચોક ગરબી મંડળના પ્રમુખ કિરીટભાઇ પાંધીના નેતૃત્‍વ હેઠળ નિતીનભાઇ પાંધી, જીતુભાઇ ગોહેલ, કિશનભાઇ પાંધી, મનોજભાઇ પારેખ, રાજુભાઇ પરમાર, દીપકભાઇ ગોહેલ, ધવલભાઇ અજમેરીયા, ક્રિપાલસિંહ સોલંકી, નિલેશભાઇ ગજ્જર, મિતેષભાઇ ગજ્જર, સુનિલભાઇ ગજ્જર, વિરેનભાઇ ગજ્જર, હાર્દિકભાઇ અગ્રાવત, મનીષભાઇ રાજાણી, ભાવેશભાઇ પાલા, ભરતભાઇ પુજારા, હિતેષભાઇ પુજારા, હસુભાઇ વાઢેર, પ્રદિપભાઇ રાણપરા, હરીશભાઇ પુજારા, શૈલેષભાઇ માંડવીયા, ઉમેશભાઇ ઝડપીયા, પરેશભાઇ ઝડપીયા, યોગેશભાઇ પટેલ વગેરે બીજા ૧૦૮ કાર્યકર્તા અંબિકા ટ્રસ્‍ટ ગરબી મંડળ સાથે સેવા અને સહકાર દેવા માટે જોડાયેલ છે અને નિસ્‍વાર્થ પણે કાર્યરત રહે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)(

(4:34 pm IST)