Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પંડીત દીનદયાલજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ

રાજકોટઃ એકાત્‍મ માનવવાદ,સાંસ્‍કળતિક રાષ્‍ટ્રવાદ, અંત્‍યોદય તથા મૂલ્‍યનિષ્ઠ રાજનીતિ-સમાજજીવનના  પ્રણેતા તથા શ્રેષ્ઠતમ સંગઠનકર્તા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની જન્‍મજયંતી નિમિત્તે રાજકોટની પ.દીનદયાળ ઉપાધ્‍યાય મેડિકલ કોલેજ- સિવિલ હોસ્‍પિટલ ખાતે આવેલી પૂજયશ્રીની પ્રતિમાને ભાજપના પ્રવક્‍તા અને પ.દીનદયાળ ઉપાધ્‍યાય વિચાર મંચના સંયોજક રાજુભાઇ ધ્રુવ અને સાથી કાર્યકર્તાઓ ભાઈ-બહેનોએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે રાજુભાઇ ધ્રુવે જણાવેલ કે મહામાનવ પરમ શ્રદ્ધેય પ.દીનદયાળ ઉપાધ્‍યાયજીના  આદર્શો, સિદ્ધાંતોના પગલે ચાલી તેમના જીવન ચરિત્ર અને બલિદાનમાંથી પ્રેરણા લઈ રાષ્‍ટ્રવાદી વિચારધારા સાથે ભારતમાતાની તસ્‍વીર સન્‍મુખ સહુ સાથીઓ ને  અસહાય-નિઃસહાય વંચિતો-છેવાડાના માનવીની સેવાના કરવાનો સંકલ્‍પ લેવડાવ્‍યો હતો.પુષ્‍પાંજલિ કાર્યક્રમમાં સંયોજક રાજુભાઇ ધ્રુવની સાથે ભાવિકભાઈ અગ્રાવત,કૌશિકભાઈ ટાંક,વનરાજભાઈ ગોહિલ, શશીભાઈ કડીવાર,નિતેશભાઈ સાવલિયા, ભાવેશભાઈ સોલંકી, જયેશભાઇ આદ્રોજા તથા અન્‍ય અગ્રણી કાર્યકર્તા ભાઈ-બહેનોએ ઉપસ્‍થિત રહી પ.દીનદયાળ ઉપાધ્‍યાયજીને ભાવવંદના કરી હતી.

(4:33 pm IST)