Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

હૈયેહૈયું દગળુ રાસની રંગતે જામ્‍યુ...સહિયરમાં પ્રથમ દિવસે જ રાસોત્‍સવની જમાવટ

ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી દ્વારા ઉદઘાટનઃ અંજલીબેન રૂપાણી-નિતીનભાઇ ભારદ્વાજની ઉપસ્‍થિતિમાં સહિયરનું સફળ પ્રથમ નોરતું

રાજકોટઃ જેની જોતા હોત વાટ...એ ઘડી આવી... બે વર્ષની લાંબી આતુરતાના અંતે નવરાત્રીની શરૂઆત થઇ છે સૌરાષ્‍ટ્રની શ્રેષ્‍ઠ નવરાત્રી સહિયર કલબમાં પ્રથમ નોરતાની રઢિયારી રાહો માંના મંદિરે ડો.ધનસુખભાઇ ભંડરી, શ્રીમતી કૈલાશબેન ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના શુભ હસ્‍તે સહિયર રાસોત્‍સવનું ઉદઘાટન કરવામાં આવ્‍યુ હતું. રાજકોટ મહાપાલીકાનાં દંડક અને સહિયર ચેરમેન શ્રીસુરેન્‍દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે રાસોત્‍સવમાં માંની આરતી બાદ મંગળ પ્રારંભ કરવામાં આવ્‍યો.

સાજીદ ખ્‍યાર અને ઊર્વી પુરોહિતનાં કંઠે પ્રથમ દોર થમ્‍યો, બીજા દોરમાં અશરદાન ગઢવી તથા ત્રીજા અને ફાઇનલ રાઉન્‍ડમાં રાહુલ મહેતાએ રંગ જમાવ્‍યો હતો. સમગ્ર રાસોત્‍સવમાં શુભકામના આપવા શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીનીતિનભાઇ ભારદ્વાજ-શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ પુર્વમેયર બિનાબેન આચાર્ય ખાસ ઉપસ્‍થિત રહયા હતા.

પ્રથમ નોરતે પ્રથમ વિવેક મેઘાણી, દ્વિતિય- પ્રતિક ચાવડા, તૃતિય-દિપ ચૌહાણ, વેલડ્રેસ-રાજ ગઢિયા, પ્રથમ માનસી સરવૈયા, દ્વિતીય-કૃતિ, તૃતિય-નિશી ઘામેલીયા, વેલડ્રેસ- અમી સોની વિજેતા જાહેર થયા હતા.

વિજેતાઓને ચંદુભાઇ પરમાર, રવિરાજસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ જાડેજા, જક શૈલેષભાઇ ખખ્‍ખર, દિલીપભાઇ જાડેજા, દિલીપભાઇ ખાચર, નિકુંજભાઇ સોની, કલ્‍પેશભાઇ ડોડીયા, અનિરૂધ્‍ધસિંહ જાડેજા, ભગીરથ લોમીલા, નિખીલ ગોહેલ, જયદિપભાઇ પુજારા, મહેશભાઇ ઘામેચા, જતીન બગડાઇ તથા નિલેશભાઇ વાળાના હસ્‍તે અપાયા હતા

સહિયરના રાસોત્‍સવના અંતે વંદેમાતરમ ગાન બાદ ઓર્ગેનાઇઝર શ્રીચંદુભા પરમાર તથા રવિરાજસિંહ જાડેજાને સહિયર કલબ દ્વારા જન્‍મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.

આયોજનમાં પ્રેસીડેનટ શ્રી સુરેન્‍દ્રસિંહવાળા, પ્રોજેકટ હેડઃ શ્રીક્રિષ્‍નપાલસિંહ વાળા, વાઇસ પ્રેસીડેન્‍ટ શ્રીચંદુભા પરમાર, સેક્રેટરી શ્રીકૃષ્‍ણસિંહ જાડેજા, કોર્ડીનેટર શ્રીયશપાલસિંહ જાડેજા, કન્‍વીનર શ્રીજયદીપભાઇ રેણુકા, ટ્રેઝરર શ્રીવિજયસિંહજાલા, વાઇસ સેક્રેટરી શ્રીપ્રકાશભાઇ કણસાગરા, કલચરલ ઓર્ડીનેટર શ્રીસમ્રાટ ઉદેશી, સહકન્‍વીનર શ્રીધૈર્ય પારેખ તેમજ દિલીપભાઇ લુણાગીયા (કોર્પોરેટર શ્રીવોર્ડ નં.૫) તીર્થરાજસિંહ ગોહિલ(શ્રી શુભ લક્ષ્મી ક્રેડીટ સો.),  બંકીમ મહેતા(શ્રીસાંઇ એન્‍ટરપ્રાઇઝ), રવિરાજસિંહ જાડેજા(આર.કે.સિકયુરીટી), ધર્મેશભાઇ રામાણી(તીર્થ ગોલ્‍ડ), રાજવીરસિંહ ઝાલા(યોગી હોટેલ-લીંમડી), જગદીશભાઇ કરણભાઇ આડતીયા, દિવ્‍યરાજ સિંહ જાડેજા, અભિષેકભાઇ (ગુરૂકૃપા ફર્નિચર), કૃણાલભાઇ મણિયાર (વોઇસ ઓફ ડે) પ્રતિકભાઇ જટાણીયા, હિરેનભાઇ ચંદારાણા( સાગર પેન એજન્‍સી), નિલેશભાઇ ચિત્રોડા (સેફ એન્‍ડ સેફ) પરેશભાઇ બોઘરા(સિલ્‍વર કોઇન પ્રા.લી.), ભરતભાઇ વ્‍યાસ(રોટલા એકસપ્રેસ) રાજેન્‍દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર), વિકી ઝાલા, પંકજ ગણાત્રા(બાબુજી), રૂપેશભાઇ દત્તાણી (આર.ડી), નરેન્‍દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા(જે.ડી.ગોલ્‍ડ), શૈલેષભાઇ ખખ્‍ખર(એસ.કે), ગુંજન પટેલ, એહમદ સાંઘ, યુવરાજસિંહ ચુડાસમા, હિરેનભાઇ નથવાણી(શ્રી સોર્સીગ), મીત વેડીયા (રત્‍ના જવેલર્સ), મનસુખભાઇ ડોડીયા(શીવમ ફેબ્રીકેશન) સુનીલ પટેલ(પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ), શૈલેષભાઇ પંડયા(આસ્‍ક વર્લ્‍ડ વિઝન) જોડાયા છે.

(4:32 pm IST)