Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વોર્ડ નં.૧૮માં ડામર કામ માટે તંત્ર વાહકોનો એક બીજાને ખો : શાસક નેતા લાલઘુમ

વેલનાથ પરા અને જડેશ્વર વિસ્‍તારમાં ઘણા સમયથી કામ મંજુર થયેલઃ કામ ઝડપી પૂર્ણ કરવા અધિકારીઓને વિનુ ધવાની તાકીદ

રાજકોટ, તા.૨૭: શહેરનાં વોર્ડ  નં.૧૮નાં વિસ્‍તારમાં ડામર કામ માટે  મનપાનાં અધિકારીઓ એકબીજાને ખો દેતા આજે શાસક પક્ષના નેતા વિનુ ધવા પાસે ફરીયાદ જતા તેઓ અકિારીઓને આ કામ ઝડપથી પુર્ણ કરવા તાકીદ કરી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં વોર્ડ નં.૧૮માં આવેલ વેલનાથ પરા અને જડેશ્વર વિસ્‍તારમાં ઘણા સમય પહેલા ડામર કામ મંજુર થયેલ છે. આ વિસ્‍તારમાં રસ્‍તા પર નડતરરૂપ બાથરૂમનું બાંધકામ અંગે મનપાની એકબીજા વિભાગ વચ્‍ચે ચલક ચલાણુના કારણે આ વિસ્‍તારમાં ડામર કામ નહિ થવાની ફરિયાદ આજે શાસક પક્ષના નેતા વિનુ ધવાને કરતા સંબંધીત વિભાગના અધિકારીઓને આ કામ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી હતી

(4:26 pm IST)