Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રહસ્‍યના તાણાવાણા સર્જતી અર્બન ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લી ૫ મીનીટ'૭મીએ રીલીઝ થશે

રાજકોટ,તા. ૨૭ : ગુજરાતની રહસ્‍યમય મનોવૈજ્ઞાનિક પુષ્‍ઠભૂમિ ધરાવતી અર્બન ગુજરાતી ફિલ્‍મ ‘છેલ્લી ૫ મિનિટ'ના કથાસાર અનુસાર શહેરના પોસ વિસ્‍તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ આદિત્‍ય શેઠનાના પત્‍ની ઉપર એક ધમકીભર્યો ફોન આવે છે. ત્‍યારબાદ ધમકીભર્યા પત્રો પણ મળે છે.

બાદમાં એક એવી ચોંકાવનારી ઘટના ઘટે છે. મોડેલ અભિનેત્રીની હત્‍યા થાય છે. પછી પરાકાષ્‍ઠાના દ્રશ્‍યોમાં અનેક વાસ્‍તવિકતા ઉભરી આવે છે અને સર્જાય છે. રહસ્‍યના તાણાવાણા.

‘માત્રી એન્‍ટરપ્રાઇઝ' (સુરેન્‍દ્રનગર) પ્રસ્‍તુત વિજયભાઇ પઢેરીયા, ધવલભાઇ પઢેરીયા, પરામર્શકઃ દેવશીભાઇ પઢેરીયા, ડો.નિર્મળભાઇ પઢેરીયાએ કાર્યભાર સંભાળ્‍યો હતો. આ ફિલ્‍મ ૭મી ઓકટોબરે રજુ થઇ રહી છે.

અઝીઝ ઇબ્રાહીમ ‘કબીર' દિગ્‍દર્શીત ફિલ્‍મ ‘છેલ્લી પાંચ મિનિટ'માં ગુજરાત કલાકારો મૌલિક પાઠક, ચાંદની ચોપરા, હિમાંશુ તુરી, રીયા સામાણી, ધારા ચોટલીયા, જુસબ પરમાર, હિતેશ સોરઠીયા, નિકિતા પટેલ, અવની પરમાર, બંસી ઠાકર, માનસી સોની, કાન્‍વી કોઠારીએ અભિનયના ઓજસ પાથર્યા છે. ગીત : દિલીપ જોશી, સ્‍વ. પલ્લવી જાંબુચા, કાસમ કવ્‍વાલ અને રિયા સામાણી તથા સંગીતઃ મનોજ-વિમલ આપ્‍યું છે.

(4:19 pm IST)