Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

આર.ડી. બર્મને સુદેશ ભોંસલે ને કહ્યું, ‘મેરે બાપ કી આવાઝ મેં ગાતે હો' અને પછી

ગાયક સુદેશ ભોંસલેએ ૧૯૮૮ ની ફિલ્‍મ ઝલઝાલામાં બોલિવૂડમાં બ્રેક મેળવ્‍યો તે દિવસોની એક રમૂજી કિસ્‍સો તેમણે જણાવ્‍યો હતો. આશા ભોંસલેએ એકવાર સુદેશજીને સ્‍ટુડિયોમાં સચિન દા (એસડી બર્મન)ના અવાજમાં ગાતા સાંભળ્‍યા હતા. જયારે તેઓ સુદેશજીને રૂબરૂ મળ્‍યા ત્‍યારે આશાજીએ તેની સામે એક ગીત ગાવાનું કહ્યું અને સુદેશજીએ આંખો બંધ કરીને ફિલ્‍મ ‘અમર પ્રેમ'નું સચિનદા નું ગીત ‘ડોલી મેં બિથાઈ કે'ગાયું. થોડા દિવસો પછી સુદેશજીના પાડોશીના ટેલિફોન પર પંચમ દા (RD બર્મન) ના મેનેજરનો ફોન આવ્‍યો જેમાં તેમને પાસપોર્ટ સાથે સવારે ૧૦ વાગ્‍યા સુધીમાં મ્‍યુઝિક સ્‍ટુડિયો પર પહોંચવાનું જણાવ્‍યું.

સુદેશ ભોંસલે કહે છે, જયારે તેઓ રૂમમાં પહોંચ્‍યો ત્‍યારે તેમણે આશા ભોંસલે અને આરડી બર્મન સાથે ઘણા જાણીતા કલાકારોને ત્‍યાં જોયા. આશાજીએ મને જોયો અને પંચમ દા તરફ ઈશારો કરીને કહ્યું, ‘હા, તે જ વ્‍યક્‍તિ છે'. મારા આヘર્ય વચ્‍ચે પંચમ દાએ ખૂબ જ અલગ સ્‍વરમાં કહ્યું, ‘મેરે બાપ કી આવાઝ મેં ગાતે હો'.. અને હું તેમને એટલું જ કહી શક્‍યો કે ‘ના સર, હું માત્ર એક ચાહક છું'. જયારે મેં આશાજી સામે એ ગીત ગાયેલું ત્‍યારે તેમણે મારા અવાજ સાથે એક કેસેટ રેકોર્ડ કરી હતી પરંતુ કોઈ સંગીત વિના. એક દિવસ જયારે પંચમ દા સ્‍નાન કરવા ગયા હતા ત્‍યારે તેમણે તે વગાડી હતી. પંચમ દા ખૂબ આઘાત પામ્‍યા અને ડરી ગયા કારણ કે તેમને લાગ્‍યું કે તેમણે તેમના પિતાને બહાર ગાતા સાંભળ્‍યા છે, જયારે સચિન દા ખરેખર વર્ષો પહેલા મૃત્‍યુ પામ્‍યા હતા!'

આ ઘટના પછી પંચમ દાએ ૧૯૮૬ માં સુદેશ ભોંસલે ને તેમની સાથે હોંગકોંગ લઈ જવાનું નક્કી કર્યું જયાં તેમણે વિવિધ કલાકારોના અવાજમાં ઘણાં ગીતો ગાયાં. પરંતુ જયારે એસ.ડી. બર્મનનું ‘સૂન મેરે બંધુ રે'ગાયું ત્‍યારે પંચમદા એ તેમને ગળે લગાડ્‍યા અને કહ્યું કે મારી સાથે મુંબઈ પહોંચ્‍યા પછી તમે મારૂં પહેલું ગીત રેકોર્ડ કરશો. તેમના કારણે મને ફિલ્‍મ ‘ઝલઝાલા'માં પહેલો બ્રેક મળ્‍યો.

સુદેશ ભોંસલે ને લાઇવ ગાતા સાંભળવા એક અદભૂત લ્‍હાવો છે. તેમના ગીતોમાં હાસ્‍ય, મધુરતા, સાલસતા જોવા મળે છે અને ખાસતો તેમનો જે ગાવાનો અંદાજ છે તે નિહાળવાની તક રાજકોટના આંગણે મળવા જઇ રહી છે. સુદેશ ભોંસલેને માણવાનો સુવર્ણ અવસર લઇને આવ્‍યા છે ‘બોલીવુડ ઇવેન્‍ટ' ના ભારતીબેન નાયક. રાજકોટવાસીઓ સમક્ષ લાઇવ પ્રસ્‍તુત કરવા પ્રખ્‍યાત પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલેને તેમની સંસ્‍થા બોલીવુડ ઇવેન્‍ટ ‘તાલ તરંગ' ના નેજા હેઠળ રાજકોટના આંગણે લાવી રહ્યા છે. રાજકોટવાસીઓ માટે શરૂ થયેલો આ અદભૂત શીલશીલો અટકવાનો નથી. એક એક થી ચઢિયાતા કાર્યક્રમો પ્રસ્‍તુત થશે. જેમાં કપલ અને ગ્રૂપ સાથે જોડાવા ભારતીબેન નાયક નો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે મેમ્‍બરશીપ મેળવી લેવા જણાવાયું છે.

દોઢ દાયકાનો અનુભવ:ઓલ બોલીવુડ ઇવેન્ટના ભારતી નાયક દ્વારા તમામ પ્રકારના મ્યુઝીકલ શો અને ઇવેન્ટસનું આયોજન:અચૂક લાભ લ્યો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્‍ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ,તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો

સંપર્ક : ભારતી નાયક :

૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૮૨૦૦૨ ૯૨૧૯૭

(4:16 pm IST)