Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

‘‘દીકરાનું ઘર'' વૃધ્‍ધાશ્રમની સેવાયાત્રાના ર૪ વર્ષ પૂર્ણ

રજત જયંતિ વર્ષની ઉજવણી સેવા પ્રકલ્‍પોથી : ‘‘હુંફ'' નામથી વધુ એક સેવાયજ્ઞ આરંભાશે

રાજકોટ, તા. ર૭ :  પોતાના સંતાનો અને સગા-વહાલાઓથી દુઃભાયેલા, તરછોડાયેલા નિરાધાર અને નિઃસહાય વડીલ માવતરો આશરો આપતા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દિપચંદભાઇ ગારડી વૃદ્ધાશ્રમે સેવાયાત્રાના ર૪ વર્ષ પૂર્ણ કરી રજત જયંતિના રપ વર્ષમાં પ્રવેશ કરેલ છે.

વૃદ્ધાશ્રમમાં આજે પપ થી વધુ વડીલ માવતરોના શ્રવણરૂપી દિકરાઓ બનવાનું ભગીરથ કાર્ય સતત અને અવિરત છેલ્લા ર૪ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. સંસ્‍થાના સેવાભાવી ભગીરથ કાર્ય સતત અને અવિતરણ છેલ્લા ર૪ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. સંસ્‍થાના સેવાભાવી કાર્યકર્તાઓની રાત-દિવસ મહેનત અને દાતાઓના શ્રીદાનથી દિકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં વડીલ માવતરો તેમની પાછોતરી જિંદગીની ટાઢક મેળવી રહ્યા છે.

સંસ્‍થાના સ્‍થાપક મુકેશ દોશી, મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, ધીરૂભાઇ રોકડ તેમજ ડો. નિદત બારોટે જણાવ્‍યું છે કે આજી ર૬ વર્ષ પહેલા એક નાનાકડા વિચાર બીજથી શરૂ થયેલ વૃદ્ધા શ્રમ કે જયાં સંતાનોએ પોતાના માવતરોને છોડી દીધા છે ત્‍યાં સમાજરૂપી દિકરાઓએ તેમને પ્રેમથી આવકાર આપી અપનાવ્‍યા છે. કેટલાય કિસ્‍સાઓમાં માવતરો નિઃસંતાન પણ હોય છે અને આવકનું સાધન હોતુ નથી. એવા  માવતરો પણ દીકરાનું ઘરમાં પોતાની પાછોતરી જિંદગીની ટાઢક પામી રહ્યા છે.

ર૭ સપ્‍ટેમ્‍બર ૧૯૯૮ના ભારત ભામાશા દાનવીર સ્‍વ.પૂ. દીપચંદભાઇ ગારડી, સ્‍વ.ઉર્મીલાબેન રામચંદ્ર શુકલ અને પુર્ણીમાબેન જોશીના શ્રી દાનથી રાજકોટ શહેરના ગોંડલ રોડ સ્‍થિત ઢોલરા ગામે ર૪ વર્ષ પહેલા ૩ એકરમાં દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમની સ્‍થાપના અને શરૂઆત સંસ્‍થાન સ્‍થપક ટ્રસ્‍ટી મુકેશભાઇ દોશી અને તેની સમગ્ર ટીમે દ્વારા કરવામાં આવી હતી. જયાં આજે અનેકાઅનેક નામી-અનામી દાતાશ્રીઓના સહકાર અને શ્રીદાન થી અદ્યતન સુવિધાથી સજ્જ અલ્‍ટ્રા મોર્ડન ફેસેલીટી ધરાવતા વિશાળ સંકુલમાં સંપુર્ણ હવા ઉજાસવાળા કુદરતી વાતાવરણ અને સાનિધ્‍ય ધરાવતા નિવાસ સ્‍થાનો, એસી થીયેટર, લાઇબ્રેરી, ભારતમાતા અને ભોળાનાથનું મંદિર, રમત-ગમતનું મેદાન, ફોટો ગેલેરી, ધ્‍યાન કુટીર, મીની આઇસીયુ રીક્રીએશન કલબ, સ્‍ટાફ કવાર્ટર, ભવ્‍ય સ્‍ટોર, વી.આઇ.પી. વ્‍યવસ્‍થા, ભોજનખંડ જેવી તમામ જરૂરીયાતની સુવિધાઓ વડીલ માવતરોના આરામદાયક અને આનંદ દાયક જીવન નિર્વાહ માટે સંસ્‍થા દવારા ઉપલબ્‍ધ કરવામાં આવી છે.તમામ સુવિધા સંસ્‍થા દ્વારા બિલકુલ વિનામુલ્‍યે પુરી પાડવામાં આવે છે.

રપ વર્ષની સફરન સેવાકાર્યોની વિગત આપતા સંસ્‍થાના અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઇ રાચ્‍છ, કિરીટભાઇ આદ્રોજાએ જણાવ્‍યું છે કે દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમની છેલ્લા ર૪ વર્ષેમાં  ૭ લાખથી વધુ લોકો મુલાકાત લઇ ચુકય છે.

વૃધ્‍ધાશ્રમ સંસ્‍થાના રજત જયંતીના વર્ષમાં પ્રવેશના અવસરે ગુજરાત રાજયન મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સહીત તમામ ક્ષેત્રના અગ્રણી, આદરણીય મહાનુભાવો, શહેરીજનો અને સાધુ સંતો દ્વારા દીકરાનું ઘરની સમગ્ર ટીમ ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી છે.

સંસ્‍થા દ્વારા તમામ ધાર્મિક તહેવારોની સાથોસાથ અન્‍ય તહેવરોની પણ ધુમ ધામથી ઉજવણી કરવામાં આવે છે. હોળી દિવાળી નવરાત્રી ગણપતી ઉત્‍સવ, શ્રાવણ મહિનો સહીતના ધાર્મિક પ્રસંગો ભકિતભાવપુર્વક ઉજવવામાં અવે છે. સંસ્‍થા દ્વારા વડીલ માવતરો માટે ધાર્મિક સ્‍થળોની જાત્રા હરવા ફરવા જવાના સ્‍થળોની યાત્રા-મુલાકાત, ફિલ્‍મ અને નાટકના શો, આનંદ મેળાઓ, વડીલ વંદના કાર્યક્રમ, રાસ-ગરબા, ધૂન ભજનના, કાર્યક્રમો, જાદુગરના શો, સંગીત સંધ્‍યા, સમૂહ અને પ્રિતી ભોજન જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.

‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમની સેવાયાત્રાના ર૪ વર્ષ પૂર્ણ થવાના અને રજત જયંતિ વર્ષમાં પ્રવેશ થવાની ઉજવણી પણ સંસ્‍થા દ્વારા ર૦રર-ર૩ નું સંપૂર્ણ વર્ષ વિવિધ સેવા પ્રકલ્‍પોના માધ્‍યમથી જ ઉજવવાનું નકકી કરવામાં આવ્‍યું છે. જેની સમગ્ર રૂપરેખા ભવિષ્‍યમાં જાહેર કરવામાં આવનાર છે. ‘દિકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમના પરિસરને રંગબેરંગી લાઇટો રોશનીથી શણગારવામાં અને સુશોભિત કરવામાં આવ્‍યું છે. રંગોળીના રંગો અને ફુલોના શણગાર અને આસોપાલવના તોરણથી પણ પરિસરને શણગાર કરવામાં આવ્‍યું છે. ૧પ૧ દીવડાઓની મહાઆરતી અને મહાદેવની વિશિષ્‍ટ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમ દ્વારા સંસ્‍થાના નેજા હેઠળ કાયમી પ્રકલ્‍પ ‘હુંફ' ની પણ શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સંસ્‍થા દ્વારા કોઇ વ્‍યકિત અસાધારણ બીમારીથી પીડાતું હોય, આવકનું સાધન ન હોય, કુટુંબમાં કોઇ સાર સંભાળ લેવાવાળું ન હોય, કુટુંબે તરછોડી દીધા હોય તેવા લોકો માટે નિઃશુલ્‍ક નર્સિંગ કેર ‘હુંફ' ની શરૂઆત થશે.આગામી દિવસમાં આશિર્વાદરૂપ આ પ્રકલ્‍પ શહેરીજનો માટે ખુલ્લો મુકાશે. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન સંસ્‍થા દ્વારા વડીલ વંદના, ‘દીકરાનું ઘર' માં રહેતા માવતરો માટે યાત્રા, કાર્યકર્તાઓનો પ્રવાસ, મહા રકતદાન શિબિર, ધાર્મિક, કાર્યક્રમો, શહેરની સેવા સંસ્‍થાઓનું સન્‍માન સહિતના કાર્યક્રમોનું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન થનાર છે.

‘દીકરાનું ઘર' વૃધ્‍ધાશ્રમની કોર ટીમના સભ્‍યો હરેશ પરસાણા, વસંતભાઇ ગાદેશા, સુનિલ મહેતા, ગૌરાંગ ઠકકર, પ્રવિણ હાપલીયા, રાકેશ ભાલાળા, પ્રજ્ઞેશભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, ડો. મયંક ઠકકર, ઉપેન મોદી, ધર્મેશ જીવાણી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઇ મહેતા, દીપકભાઇ જલુ, ઘનશ્‍યામભાઇ રાચ્‍છ, ડો. શૈલેષ જાની, જયેશ સોરઠીયા સહિતના ‘દીકરાનું ઘર' ની માવજત કરી રહ્યા છે.

(4:12 pm IST)