Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પાટીદાર સમાજના આગેવાનો ઉપર થયેલા કેસો પાછા ખેંચો : નહીં તો રાજયવ્‍યાપી આંદોલન

રાજકોટ, તા. ર૭ :  બહુજન સમાજ પાર્ટીના આગેવાનોએ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી પાટીદાર સમાજ ઉપર થયેલા કેસો પાછા ખેંચવા માંગણી કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતું કે છેલ્લા ૭ વર્ષથી પાટીદાર સમાજના જે પડતર પ્રશ્નો છે. તેમાં બે મુખ્‍ય પ્રશ્નો પાટીદાર સમાજ ઉપર કેસો કરવામાં આવ્‍યા તે પાછા ખેંચો અને બીજું અને શહીદ થયેલા પરિવારને સરકાર નોકરી આપે તે છે.

અત્‍યાર સુધી ભાજપના ત્રણ-ત્રણ મુખ્‍યમંત્રી બદલાઇ ગયા હજુ પણ ૭ વર્ષથી પરિણામ આવ્‍યું નથી અત્‍યારે પણ હજુ સરકારી નોકરીયાત આંદોલન ચલાવી રહ્યા છે. ર૦૧પ થી ર૦૧૯ સુધી આંદોલન ચાલ્‍યુ હતું તે કેસો પાછા ખેંચવાના હતા. તે સરકાર વચન આપી ને ફરી જતી હોય રાષ્‍ટ્રીય કક્ષાના નેતા હોય કે કેબીનેટ મંત્રી હોય કે સી.એમ. હોય એક જ જવાબ હોય અમે કેસો પરત લઇ લેશું. તેવી જ લોલીપોપ જ આપે છે. ૬પ સીટો પર પાટીદારનું પ્રભુત્‍વ છે. સાત સાત વર્ષથી રીઝલ્‍ટ નથી આવ્‍યું. જો તાત્‍કાલીક કેસો પાછા ખેંચવામાં નહી આવે તો સંવિધાનના માર્ગે બહુજન સમાજ પાર્ટી, રાજય વ્‍યાપી આંદોલન કરશે.

(4:03 pm IST)