Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અપના બજારની વાર્ષિક સભા

રાજકોટઃ ધી રાજકોટ ડિસ્‍ટ્રીકટ સેન્‍ટ્રલ કન્‍ઝુયુમર્સ કો.ઓપ. સોસાયટી લીમીટેડ- અપના બજાર- રાજકોટની વાર્ષિક સાધારણ સભા મળેલ હતી. આ પ્રસંગે અગ્રણી વેપારી અને સંસ્‍થાના ચેરમેનશ્રી મહેશભાઈ કોટક, સહકારી અગ્રણી વાઈસ ચેરપર્સન શ્રીમતી નૈનાબેન મકવાણા, સંસ્‍થાના પરામર્શકશ્રીઓ નરેન્‍દ્રભાઈ દવે (સંઘ અગ્રણી), શ્રી કલ્‍પકભાઈ મણીઆર (પુર્વ ચેરમેનશ્રી રાજકોટ નાગરીક સહકારી બેંક લી.) દ્વારા સંસ્‍થાના વિકાસ માટેનું માર્ગદર્શન આપેલ તેમજ નવનિયુકત ચેરપર્સનશ્રી નૈનાબેન મકવાણા અને વાઈસ ચેરમેન શ્રી વિક્રમસિંહ પરમાર સાથે કલ્‍પકભાઈ મણીયાર, ડીરેકટર સર્વેશ્રી મહેશભાઈ કોટક, પંકજભાઈ દેસાઈ, મહેન્‍દ્રભાઈ શેઠ, ફુલાભાઈ શીંગાળા, ભાગ્‍યેશભાઈ વોરા, ડો.જીજ્ઞાબેન પટેલ, અરવિંદભાઈ સોજીત્રા, નટુભાઈ ચાવડા, દિપકભાઈ ચાવડા, જયંતભાઈ ધોળકીયા, નવનિયુકત પદાધીકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. તેમ રાજકોટ ડિસ્‍ટ્રીકટ સેન્‍ટ્રલ કન્‍ઝયુમર્સ કો. ઓપ. સોસાયટી લિ.ના ચેરપર્સન શ્રી  ક્ષિતિજ ગોરસીયાની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન-૦૨૮૧- ૨૨૨૮૮૩૨ ઉપર સંપર્ક કરવો.

(3:48 pm IST)