Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ઉમિયાધામ દ્વારા ૧૫૫૧ ગરબા-ચુંદડીનું કડવા પાટીદાર પરિવારોને નિઃશુલ્‍ક વિતરણ

રાજકોટ : કડવા પાટીદાર પરિવાર પોત પોતાના ઘરે જ પૂર્ણ આસ્‍થા, શ્રધ્‍ધાભેર નવ દિવસ સુધી કુળદેવી શ્રી ઉમિયા માતાજીની ભાવપૂર્ણ આરાધના કરે તેવા ભાવથી ઉમિયા માતાજી સંસ્‍થાન રાજકોટ દ્વારા ૧૫૫૧ પરિવારોને ગરબા અને ચુંદડીનું નિઃશુલ્‍ક વિતરણ કરાયુ હતુ. પટેલ સેવા સમાજ (સ્‍પીડવેલ) અને પટેલ પ્રગતિ મંડળ (ફિલ્‍ડ માર્શલ વાડી) ના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ગરબા અને ચુંદડીઓનું શાષાોકત વિધિથી પૂજન કરાયુ હતુ. દાતા કોરડીયા પરિવારના સર્વશ્રી પ્રભુદાસભાઇ રાઘવભાઇ કોરડીયા, અરવિંદભાઇ રાઘવભાઇ કોરડીયા, નિશાંતભાઇ ગોકળભાઇ કોરડીયાના સહયોગથી અપાયેલ આ ગરબા-ચુંદડીની વિશેષતા એ હતી કે તમામ ગરબા ઇકો ફ્રેન્‍ડલી બનાવાયા હતા. જે પાણીમાં પધરાવતા જ માટી સાથે માટી મળી જાય તે રીતે તૈયાર કરાયા હતા. ગરબા - ચુંદડીની પૂજનવિધિમાં યજમાન તરીકે દિવ્‍ય કોરડીયા અને દીપેન કોરડીયાએ લ્‍હાવો લીધો હતો. આ સમયે જયોત્‍સનાબેન અરવિંદભાઇ પાટડીયા સાથે રહ્યા મહતા. શાષાોકત વિધિ મુકેશભાઇ દવેએ કરાવી હતી. પૂજા વિધિમાં સંસ્‍થાના યુવા સંગઠનના સર્વશ્રી પ્રફુલ્લભાઇ સાપરીયા, નરેન્‍દ્રભાઇ ડઢાણીયા, જીતેન્‍દ્રભાઇ માકડીયા, અરવિંદભાઇ અઘેરા પણ સજોડે સામેલ થયા હતા. સંસ્‍થાની મહિલા સંગઠન ટીમના શ્રીમતી લાભુબેન વિરમગામા, શ્રીમતી ઉર્મિલાબેન ડઢાણીયા, શ્રીમતી માલતીબેન લાડાણી, શીલાબેન કાલરીયા પણ પૂજન વિધિમાં સામેલ થયા હતા. આ શ્રધ્‍ધાપૂર્ણ કાર્યમાં સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ સર્વશ્રી પ્રભુદાસભાઇ કણસાગરા, મગનભાઇ ભલાણી, વલ્લભભાઇ પટેલ, અમુભાઇ ડઢાણીયા, કિશોરભાઇ ઘોડાસરા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમંસ્‍થાના કારોબારી સભ્‍યો જમનભાઇ વાછાણી, કાન્‍તીભાઇ મકાતી, સંજયભાઇ કનેરીયા, જગદીશભાઇ પરસાણીયા, મગનભાઇ વાછાણી, પ્રફુલભાઇ શેખાત ઉપસ્‍થિત રહ્યા હતા. એડીકો ગ્રુપના વિપુલભાઇ સંતોકી વિશેષ ઉપસ્‍થિત રહેલ. ગરબા અને ચુંદડીના પૂજન માટે શણગાર તેમજ રંગોળી સજાવટ મહિલા સંગઠન સમિતિના પ્રમુખ હેતલબેન કાલરીયા તથા ઇન્‍ચાર્જ અંજુબેન કણસાગરાના નેતૃત્‍વમાં મહીલા કાર્યકરોએ કરી હતી. મહાપ્રસાદ વિતરણનું કાર્ય સંસ્‍થાની યુવા સંગઠનની ટીમના પ્રમુખ શ્રી ડેનિસ કાલરીયા, કન્‍વીનર વિજયભાઇ ગોધાણીના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકરોએ કર્યુ હતુ. 

(3:47 pm IST)