Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવનો ધમાકેદાર પ્રારંભઃ રંગ જમાવતા ખેલૈયાઓ

રાધીકા ફાર્મ ખાતે અભેદ સુરક્ષા સાથે રાસની રંગત માણતા ખેલૈયાઓ : ઉમિયાધામ સિદસરના પ્રમુખ- ચેરમેન જેરામભાઈ વાંસજાળીયા, મૌલેશભાઈ ઉકાણીના હસ્‍તે આરતી

રાજકોટ, તા. ર૭: રંગીલા રાજકોટ શહેરમાં નવરાત્રી મહોત્‍સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. ત્‍યારે શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્‍સવને વધાવવા ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી ના આંગણે પ્રથમ નોરતે ખેલૈયાઓની રંગત જામી રહી છે. પરંપરાગત રીતે કલબ યુવીમાં મા ઉમિયાની આરતી બાદ નવરાત્રી મહોત્‍સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં ગ્રાઉન્‍ડ પર મા ઉમિયા મંદિરે  નવરાત્રી દરમ્‍યાન દરરોજ સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓના હસ્‍તે આરતી કરવામાં આવે છે. ત્‍યારબાદ જ રાસોત્‍સવનો પ્રારંભ કરવામાં આવે છે. ખૈલૈયાઓ મન મુકી ઝુમી શકે તે માટે સમગ્ર ગા્રાઉન્‍ડમાં ડબલ લેયર કાર્પેટ બીછાવવામાં આવે છે. કલબ યુવીના ધમાકેદાર પ્રારંભે ખૈલૈયાઓએ રાસોત્‍સવનો આનંદ માણયો હતો.  ખૈલૈયાઓને ટ્રેડીશ્‍નલ ડ્રેસ પહેરવો ફરજીયાત છે. નવરાત્રી મહોત્‍સવ સમયસર શરૂ કરી રાત્રે ૧ર કલાકે પુર્ણ કરવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયું છે.

શહેરના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટથી આગળ રાધીકા ફાર્મ ખાતે કલબ યુવી  આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં પ્રથમ નોરતે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી,ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, મેનેજીંગ ટ્રસ્‍ટી જયેશભાઈ પટેલ, ટ્રસ્‍ટીઓ પરસોતમભાઈ ફળદુ, બાબુભાઈ ઘોડાસરા, જીવનભાઈ ગોવાણી, દિલીપભાઈ ધરસંડીયા, ફીલ્‍ડ માર્શલ કન્‍યા છાત્રાલયના જે.એમ. પનારા, ગૌતમભાઈ ધમસાણીયા આરતી કરી નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ કર્યો હતો. પ્રથમ નોરતે કલબ યુવીના કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સોનલબેન ઉકાણી, વાઈસ ચેરમેન સ્‍મિતભાઈ કનેરીયા, ડીમ્‍પલબેન કનેરીયા, કન્‍વીનર કાંતીભાઈ ધેટીયા, મધુબેન ઘેટીયા, ડાયરેકટરો એમ.એમ.પટેલ, રસીલાબેન પટેલ, જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, સાધનાબેન વડાલીયા, મનસુખભાઈ ટીલવા, જીવનભાઈ ગોવાણી વિજયાબેન ગોવાણી, દિપકભાઈ ગોવાણી કોમલબેન ગોવાણી, ચિંતનભાઈ સીતાપરા, મનસુખભાઈ ભીમાણી, અમીતભાઈ ત્રાંબડીયા, ઉર્વિબેન ત્રાંબડીયા, હર્ષભાઈ ખીરસરીયા તેજશ્રીબેન ખીરસરીયા, કરણભાઈ સરોડીયા મોનાલીબેન સરોડીયા, શૈલેષભાઈ ભાલોડીયા, રીનાબેન ભાલોડીયા, દિલીપભાઈ ધરસંડીયા દક્ષાબેન ધરસંડીયા, મીત ખાચર વિશ્‍વાબેન ખાચર, અશ્‍વિનભાઈ આદ્રોજા, જીગ્નેશભાઈ આદ્રોજા, સીતેષભાઈ ત્રાંબડીયા, સ્‍મીતાબેન ત્રાંબડીયા હસ્‍તે વિજેતા ખૈલૈયાઓને  ઈનામો આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

કલબ યુવી રાસોત્‍સવમાં ગઈકાલે પ્રથમ નોરતે વિજેતા વિવિધ કેટેગરી વાઈસ ઈનામો જાહેર કરાયા હતા. જેમાં ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સેસ કાસુન્‍દ્રા વિધી, બુટાણી વીધી,  ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્‍સ કાલરીયા કેનીલ, દુદાણી સહજ, ચિલ્‍ડ્રન પ્રિન્‍સેસ તરીકે ભેંસદડીયા અત્રી, ભલાણી જાનવી,  ચિલ્‍ડ્રન પ્રિન્‍સ તરીકે ગોવાણી તરંગ, સોળીયા સુમીત, વેલ ડ્રેસ પ્રિન્‍સેસ તરીકે ભાલોડી એકતા, કાલરીયા ક્રિષ્‍ના, વેલ ડ્રેસ પ્રિન્‍સ જાવીયા જીજ્ઞેશ, કાલરીયા દેવેન્‍દ્ર, પ્રિન્‍સેસ તરીકે હિંગરાજીયા ધુ્રતી, વાછાણી રાજવી, આરદેસણા અવની, પ્રિન્‍સ તરીકે ગોલ જયદીપ કાલરીયા દિપેન, ભુત મીત વિજેતા બન્‍યા હતા.  કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં ચુનીંદા કલાકારો નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવ્‍યા હતા. રાજકોટમાં સૌ પ્રથમવાર ૧૧ કલાકારોની કોરસ ગુ્રપ ટીમ ધીરૂભાઈ નાદપરા, જયેશભાઈ પનારા, બીપીનભાઈ ધુડેસીયા, ડો. ભરતભાઈ ધેટીયા, મગનભાઈ સંતોકી, પ્રશાંતભાઈ, મમતાબેન ઘોડાસરા, કાજલબેન કાસુન્‍દ્રા, દક્ષાબેન માકડીયા, જ૯પાબેન હર્ષાબેન સહીત ૪૦ કલાકારોનો કાફલા દ્રારા  કલબ યુવીના આ નવરાત્રી મહોત્‍સવમાં સુર તાલનું ભવ્‍ય સામ્રાજય સર્જી સૌને એક તાલે ડોલાવ્‍યા હતા. પ્રથમ નોરતે જજ તરીકે રૂચીર પંડયા, હિરલ વ્‍યાસ, નીપા દાવડા, પાર્થ રાવલ, કૈલી વ્‍યાસ ભાવેશ જેઠવા વિગેરેએ સેવા આપી હતી

(3:43 pm IST)