Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

હડતાલ કે આંદોલનથી થોડો લાભ મળી જાય તો સરકારના ગુણગાન ગાવાથી દૂર રહેવું જોઇએ : ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા. ર૬ :  જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યુ છે કે ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાને કહેલું કે ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરવામાં આવતા નથી. વિકાસના થયેલા સરકારી કામોની જાણકારી, મળે તે કાર્યક્રમનો હેતુ હોય છે. હાલમાં ખાતમુર્હૂતો, ઉદ્ઘાટન રોડ શો, સંમેલનનો રેવડીની જાહેરાત, ઉત્સવો તેમજ પક્ષાંતરો કરાવવામાં આવે છે ત્યારે આ ચુંટણી લક્ષી કાર્યક્રમોની હારમાળા છે એમ કહેવામાં જરાયે અતિશ્યોકત નથી.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યું કે વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ, આપ આદમી પાર્ટી એન. સી.પી. ઔવેસી તથા શંકરસિંહજી બાપુ વળી નવા પક્ષનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે. તમામ વિપક્ષોના ઉમેદવારો લડવાથી મતનું વિભાજન થવાથી ભાજપ મજબૂત બને એમાં શંકાને કોઇ સ્થાન નથી. વિરોધપક્ષો સમજુતી કરે અને ૯૦/૯પ ની જેમ ગઠબંધન કરે તો જ મતદાનનું વિભાજન થતુ અટકે તો કદાચ ધાર્યુ પરિણામ આવી શકે બાકી હરખના આવેશમાં આવી જવાથી કાંઇ વળવાનું નથી.

મોટાભાગના વહીવટી કર્મચારીઓને આંદોલન કરવા પડે છે ખેડૂતો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. અન્ય સમાજના લોકો કાયદાથી તથા કરવેરાના ભારણથી તેમજ મોંઘવારી બાબતે સૌ કોઇ હેરાન -પરેશાન છે. હડતાલ કે આંદોલનથી થોડો લાભ મળી જવાથી સરકારના ગુણગાન ગાવાથી દૂર રહેવું જોઇએ.

ધંધા લોકો વરસોથી એકહથ્થુ શાસનને બદલવું જોઇએ એવુ વિચારતા હોય છે. સરમુખ ત્યારશાહી જેવું વર્તન, કિન્નાખોરી ખરીદ-વેચાણ સોદા તેમજ પક્ષાંતર કરાવનારને તથા પક્ષાંતર કરનારને ઘરભેગા કરવાનું નહિ થાય તો લોકશાહી કહેવા પુરતી રહે છે. શાસક પક્ષની સતા લાલચા તથા કોઇપણ ભોગે સતા હાંસલ કરવાના જે મનસુબા છે તેનો મતદારો, સમજદાર લોકો આગેવાનો તથા વિપક્ષોએ સંગઠીત થઇને પરિવર્તન માટે પ્રયાસ કરવાની જરૃરત છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું.(

(1:48 pm IST)