Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટનો આજી-2 - ભાદર - 2, ભાદર - 1 સહિતના ડેમો ભયજનક સપાટીએ

નીચાણવાસના ગામોમાં રેડએલર્ટ જાહેર કરાયુ

રાજકોટઃ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા જળાશયો ભારે વરસાદને કારણે પૂરેપૂરા ભરાઈ જવા પામ્યા છે, આથી નીચે મુજબના જળાશયોના હેઠવાસમાં આવતા ગામોનાં નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવે છે.

રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-૨  ડેમ ના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલા ભાદર-૧ ડેમના ના દસ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલા ઉમિયા સાગર ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે. ધોરાજી તાલુકાના ભુખી ગામ પાસે આવેલા ભાદર-૨ ડેમ ના ત્રણ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામ પાસે આવેલા ફુલઝર ડેમના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસે આવેલા ખોડાપીપર ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે, જ્યારે પડધરી તાલુકાના ખજુરી ગામ પાસે આવેલા આજી-૩ ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમના છ દરવાજા ચાર ફૂટે અને ગધેથડ ગામ પાસે આવેલા વેણુ-૨ ડેમ ના છ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી આ તમામ ગામોના હેઠવાસમાં આવેલા ગામોના લોકોએ અવરજવર માટે ખાસ ધ્યાન રાખવા અધિક્ષક ઇજનેરશ્રી, રાજકોટ સિંચાઇ વર્તુળ ફ્લડ સેલ, રાજકોટ તરફથી જણાવવામાં આવ્યું છે.

(5:47 pm IST)