Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

એટ્રોસીટી એકટના ગુન્હા હેઠળ પકડાયેલ યુવાન આરોપીઓનો જામીન પર છુટકારો

મવડી ચોકડી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના

રાજકોટઃ મવડી ચોકડી ખાતે આંબેડકરનગર વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદી સાગર ગોવિંદભાઈ પરમારે રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૨) (૫) (એ) તથા ૩ (૧) (આર) (એસ) મુજબની ફરિયાદ નોંધાયેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા ગત તા.૨૩/૮/૨૦૨૧ના રોજ આ કામના આરોપીઓ (૧) જયેશ ઉર્ફે જયલો અતુલભાઈ મકવાણા, (૨) રાજુ ઉર્ફે રાજ મેરામભાઈ મોતાણી, (૩) જીજ્ઞેશ ઉર્ફે કાળુ પ્રદીપભાઈ રાજપુતની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટના માલવીયાનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

આ કેસની ટુંકમાં હકકીત એવી છે કે આ કામના ફરીયાદી સાગર ગોવિંદભાઈ પરમાર ગત તા.૨૨/૮/૨૦૨૧ના રોજ મવડી ચોકડી ખાતે ચા પીવા માટે ઓવરબ્રીજ નીચે બેઠા હતા. ત્યારે આ કામના આરોપીઓ સાથે હાલના ફરીયાદીને જુનો ઝઘડો ચાલતો હોય જેનો ખાર રાખી ફરીયાદીને ગાડી સાઈડમાં લઈ લેવાનું કહેતા ફરીયાદીએ ઘણો મોટો રસ્તો છે. બાજુમાંથી જતા રહો તેમ કહેતા આ કામના આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને ઉપરોકત આરોપીઓ (૧) જયેશ ઉર્ફે જયલો અતુલભાઈ મકવાણા, (૨) રાજુ ઉર્ફે રાજ મેરામભાઈ મોતાણી, (૩) જીજ્ઞેશ ઉર્ફે કાળુ પ્રદીપભાઈ રાજપુત એક સંપ કરી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને ગાળો દેવા લાગેલ અને ઢીકાપાટુનો માર મારેલ તેમજ અન્ય આરોપી ધર્મેશ ઉર્ફે રાધે હરેશભાઈ રાઠોડે પોતાની પાસે રહેલ છરી વડે ફરીયાદીને શરીરના પેટની નીચેના ભાગે ડાબી બાજુએ એક ઘા મારી દીધેલ જેથી ફરીયાદી ઉધા ફરી જતા ધર્મેશે વાંસાના ભાગમાં બે ઘા મારી દીધેલ તથા અને ફરીયાદીના છાતીના ભાગે એક ઘા મારી ગંધીર ઈજાઓ કરેલ જેથી ફરીયાદી રાડારાડી કરતા ઘણા લોકો ભેગા થઈ ગયેલ અને ફરીયાદીના મીત્ર ત્યાં આવી ગયેલા હોય જેથી તાત્કાલીક ધોરણથી ૧૦૮ મારફત સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ અને જયાં ફરીયાદીએ ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૨) (૫) (એ) તથા ૩ (૧) (આર) (એસ) મુજબની ફરીયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ આપેલ હતી અને આરોપીઓને સ્પે.એટ્રો કોર્ટ સમક્ષ રજુ કરતા તમામ આરોપીઓને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્યારબાદ ઉપરોકત ત્રણેય આરોપીઓ વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલ તેમજ  તાજેતરમાં એટ્રોસીટીના ગુન્હા સબબ નામ. હાઈકોર્ટ અને નામ સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્થાપિત કરેલા જુદા- જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખી સ્પે.એટ્રોસીટી કોર્ટના મહે. જજ સાહેબે તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામના આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(4:36 pm IST)