Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજકોટમાં બપોરના ૨ વાગ્યા સુધીમાં પોણો ઇંચ વરસ્યો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી મુજબ શહેરમાં સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે ત્યારે બપોર સુધીમાં પોણો ઇંચ જેટલો વરસાદ ફાયર બ્રિગેડનાં કંટ્રલ રૂમમાં નોંધાયો છે. આ અંગેની વિગત મુજબ આજ સવારથી શહેરમાં વરસાદ વરસી રહયો છે. બપોરનાં ૨ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૦ મી.મી, વેસ્ટ ઝોનમાં ૧૭ મી.મી તથા ઇસ્ટ ઝોનમાં ૧૧મી.મી વરસાદ ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.

(4:34 pm IST)