Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આહિર યુવાનો માટે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો

ક્રિષ્ના ફાઉન્ડેશન ટ્રસ્ટનું ભવ્ય આયોજન : આગામી ૭ ઓકટોબરથી કોવિડ-૧૯ ની ગાઇડલાઇન અનુસાર વર્ગોનો પ્રારંભ : એડમિશન ૧ ઓકટોબરથી શરૂ થશે

રાજકોટ, તા. ર૭: આહીર સમાજના યુવા ભાઇઓ તથા બહેનો સ્પર્ધાત્મક પરીક્ષા આપી પોતાની કારકીર્દી ઘડી શકે અને તેઓ પણ ઉચ્ચ હોદા પર પહોંચે તેવા હેતુથી પી.એસ.આઇ , એ.એસ.આઇ, કોન્સ્ટેબલ, બિનસચિવાલય કલાર્ક જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના તાલીમ વર્ગ ક્રિષ્ના ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવશે . સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે આહિર સમાજના ભાઇઓ - બહેનો માટે રાજકોટના ૧૫૦ ફુટ રીંગ  રોડ પર રામદેવપીર ચોકડી નજીકના પરીશ્રમ સ્કુલ ખાતે ક્રિષ્ના ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એડમિશન કાર્ય અને ત્યાર બાદ તાલીમ વર્ગનુ આયોજન કરેલ છે.

આહીર સમાજના યુવાનો માટે  પીએસઆઈ, એએસઆઈ, બિન સચિવાલય કલાર્ક જેવી સરકારી નોકરીઓના ભરતી પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગ માટે તા. ૧ ઓકટોબર થી ૫ ઓકટોબર સાંજે ૭ થી ૮.૩૦ દરમ્યાન વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે , ત્યારબાદ ૭ ઓકટોબર, ગુરુવારથી તાલીમ વર્ગોનો પ્રારંભ કરવામાં આવશે. ક્રિષ્ના ફાઉન્ડેશન ટ્રસ્ટ વર્ષ ૨૦૧૩ થી કાર્યરત છે અને અત્યાર સુધીમાં જી.પી.એસ.સી. વર્ગ૧-૨ માં ૧૮ , પી.જી.વી.સી.એલ. માં ૩૧ , બીન સચિવાલય કલાર્કમાં ૫૪, નાયબ મામલતદારમાં ૦૪, પોલીસ કોન્સ્ટેબલમાં ૧૫૨, સરકારી શિક્ષક ૧૬, સિનીયર કલાર્ક ૩૧ તેમજ અન્ય ભારતીઓમાં અત્યાર સુધીમાં ૧,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારમાં જોડાઇને સેવા આપી રહ્યા છે . વધુ માહિતી માટે મોબાઇલ નં ૯૫૫૮૩૩૭૭૬૨) પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(4:33 pm IST)