Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

માર્કેટયાર્ડમાં સંઘ વિભાગની બે બેઠકો બિનહરીફઃ ખેતી-વેપારી વિભાગની ૧૪ બેઠકો માટે ચૂંટણી નક્કી

ભાજપ પ્રેરિત પરસોતમ સાવલિયા અને કેશુભાઇ નંદાણીયા બિનહરીફઃ અન્ય બન્ને વિભાગોમાં ર૦ જેટલા ફોર્મ પાછા ખેંચાયાઃ ભાજપની આંતરિક લડાઇના કારણે ચૂંટણી ટાળવાના પ્રયાસો નિષ્ફળ

રાજકોટ તા. ર૭ :.. સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય રાજકોટ (બેડી) માર્કેટયાર્ડની ૧૬ બેઠકો માટે આજે ૩ વાગ્યા સુધી ફોર્મ પાછા ખેંચવાની મુદત છે. આ લખાય છે ત્યારે બપોરે ર.૩૦ વાગ્યાની સ્થિતિએ ૧૭ ફોર્મ પાછા ખેંચાયા છે. ચૂંટણી બિનહરીફ કરાવવાના ભાજપના શાસક જુથના પ્રયાસો નિષ્ફળ ગયા છે. હવે તા. પ મીએ ખેતી, અને વેપારી વિભાગમાં ચૂંટણી થાય તેવા એંધાણ છે. સંઘમાં ભાજપ પ્રેરિત બન્ને બિનહરીફ થયા છે.

જાણકારોના કહેવા મુજબ છેલ્લા બે દિવસમાં ભાજપ અને કિસાન સંઘ વચ્ચે સમાધાનની વાટાઘાટ થયેલ. ભાજપે ફોર્મ પાછા ખેંચી લેવા આગ્રહ કરેલ. જેથી સામે કિસાન સંઘે ખેતી અને સંઘ વિભાગની ૧ર પૈકી અડધી (૬ જેટલી) બેઠકો માંગતા ભાજપને તે સ્વીકારેલ નહિ. કોંગ્રેસ કયાંય ચિત્રમાં નથી. હવે ભાજપ અને તેની પારિવારિક ગણાતી સંસ્થા કિસાન સંઘ પ્રેરિત ઉમેદવારો તથા અન્ય કેટલાક ઉમેદવારો વચ્ચે જંગ છે. ભાજપના બે જૂથો વચ્ચેની લડાઇની અસર યાર્ડની ચૂંટણી પર પડી છે.

મોડેથી મળતા અહેવાલ મુજબ વેપારી  વિભાગમાંથી ૧૧ ફોર્મ પાછા ખેંચાતા હવે ૧૦ ચિત્રમાં રહ્યા છે. સંઘમાં ખેતી વિભાગ માટે ૩૧ પૈકી ૮ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. સંઘમાં પરસોતમ સાવલિયા અને કેશુભાઇ નંદાણિયા બિનહરીફ થઇ ગયા છે.

(4:32 pm IST)