Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

નવરાત્રી - દિવાળી મહાપર્વની પહેલા લાઇટીંગ સમસ્યા દુર કરો : જયાબેન

સ્ટ્રીટલાઇટોની ફરિયાદ તાકિદે ઉકેલી અજવાળા કરવા રોશની સમિતિ ચેરમેન દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૨૭ : આવનાર નવરાત્રી તેમજ દિવાળી જેવા મહાપર્વ પહેલા શહેરના તમામ વોર્ડમાં લાઇટીંગ સમસ્યાઓ દુર કરવા મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને રોશની સમિતિના ચેરમેન જયાબેન હરિભાઇ ડાંગર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આ અંગે જયાબેનએ જણાવ્યું હતું કે, શહેરમાં નવરાત્રીનું ખુબજ મહત્વ હોય છે ચાલુ વર્ષ કોરોનાના કારણે સરકારશ્રી દ્વારા ફકત શહેરી ગરબાની છૂટ આપવામાં આવેલ હોઈ, શહેરના તમામ વિસ્તારોમાં જુદી જુદી સોસાયટીઓમાં પ્રાચીન ગરબીઓ થાય છે અને આ ગરબીઓમાં નાની નાની બાળાઓ ભાગ લેતી હોય, આ બાળાઓને મોડી રાત્રે ઘરે પરત જવામાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બંને તેવા આશયથી તાત્કાલિક આયોજન કરી સમસ્યા દુર કરવા માટે મહાનગરપાલિકાના તમામ વોર્ડના ડે.એન્જીનીયરોને તેમજ રોશની વિભાગના સ્ટાફને સાથે રાખી આવનાર નવરાત્રી તેમજ દિવાળી જેવા તહેવારો આવતા હોઈ, જે માટે મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ વોર્ડમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહેણાંક વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર તેમજ રાજમાર્ગો પર જયા જયા લાઈટીંગ બંધ હોઈ તેવી તમામ લાઈટો રીપેરીંગ કરી તેમજ જરૂર પડે ત્યાં નવી લાઈટો નાખી પ્રાથમિક સુવિધાઓ હલ થાય તેવું સત્વરે આયોજન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. શહેરીજનોને સ્ટ્રીટ લાઈટ લગત ફરિયાદ નોંધાવવા ફોન નં.૦૨૮૧ ૨૪૫૦૦૭૭ પર જાણ કરવા જયાબેન ડાંગરની યાદીમાં જણાવાયું છે.

(3:47 pm IST)