Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કાલથી રાજકોટમાં ફાઉન્ડ્રી ફોર્જીંગ ઇકિવપમેન્ટનું ત્રણ દિવસીય પ્રદર્શન : દેશભરના ઉદ્યોગ સાહસીકો ભાગ લેશે

રાજકોટ તા. ૨૭ : ભારત વિશ્વમાં બીજા ક્રમે કાસ્ટિંગનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે જેની અનેક મહત્વાકાંક્ષી વૃદ્ઘિ યોજનાઓ છે જેમાં નવી ક્ષમતા ઝડપથી ઉમેરાઈ રહી છે. ભારતીય ફાઉન્ડ્રી ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર અંદાજિત ૧૨.૦૬ મિલિયન મેટ્રિક ટન વિવિધ ગ્રેડના કાસ્ટિંગનું ઉત્પાદન કરે છે. જેમાં રાજકોટનો પણ સિંહફાળો છે ત્યારે આગામી તા.૨૮, ૨૯ અને ૩૦ ના રાજકોટ ખાતે સૌપ્રથમવાર ફાઉન્ડ્રી અને ફોર્જીંગને લગતું પ્રદર્શન 'IFFE (ઇન્ડિયન ફાઉન્ડ્રી ફોર્જીંગ ઇકિવપમેન્ટ એકસપો) યોજાશે જેમાં ભારતભર માંથી ૭૫ થી વધુ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે.

આ અંગે એકઝીફ્રન્સ મીડિયાના રોહિત બી. પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ એ ફાઉન્ડ્રી ફોર્જીંગ ઉદ્યોગનું બહુ મોટું કેન્દ્ર છે. હાલમાં અહિં લગભગ ૧૫૦૦ આસપાસ ફાઉન્ડ્રી ઉદ્યોગ આવેલા છે અને ભવિષ્યમાં નવા આવી રહ્યા છે ત્યારે આ ફાઉન્ડ્રી ફોર્જીંગ ઇકિવપમેન્ટ પ્રદર્શનમાં ઇકિવપમેન્ટ કાસ્ટીંગ મશીન વિથ રોબોટ, ફર્નેશ એન્ડ ફાઉન્ડ્રી ઇકિવપમેન્ટ વિથ ન્યુ ટેકનોલોજી, ન્યુ ઇનોવેશન, ફાઉન્ડ્રી રો-મટીરિયલ, ઇન્સ્ટ્રુમેન્ટ ફાઉન્ડ્રી વગેરે જોવા મળશે. પ્રદર્શનના ખાસ આકર્ષણમાં કેટલિક કંપનીઓ એબીબી રોબોટ, કૂકા રોબોટ સાથે લાઇવ ડેમોસ્ટ્રેશન કરશે.

કોવિડકાળમાં ભાંગી પડેલા ફાઉન્ડ્રી ફોર્જીંગ ઉદ્યોગને એકસપો દ્વારા સફળ બનાવવા પ્રયાસ કર્યો છે. ભારતના અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, બેંગ્લોર, મુંબઇ, જયપુર, દિલ્હી, કોલકત્તા વગેરેથી ૭૫ ઉદ્યોગસાહસિકો અહિં ભાગ લેશે. જેનાથી ફાઉન્ડ્રી ફોર્જીંગ ઉદ્યોગ નવી ટેકનોલોજી સાથે અપગ્રેડ થશે.

સૌ પ્રથમવાર રાજકોટના એન.એસ.આઇ.સી ગ્રાઇન્ડ, ૮૦ ફુટ રોડ, આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે તા. ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ઇન્ડિયન ફાઉન્ડ્રી ફોર્જીંગ ઇકિવપમેન્ટ એકસપો યોજાશે. જેમાં બી ટુ બી મુલાકાતીઓ માટે કોવિડ ગાઇડલાઇન અને માસ્ક સાથે પ્રવેશ વિનામુલ્યે રહેશે.

(3:43 pm IST)