Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વરસતા વરસાદમાં રેલ કર્મચારીઓના ધરણા

રેગ્યુલર પ્રમોશનમાં ઢીલ, સીલેકશન પરીક્ષાઓની પ્રક્રિયામાં એલીજીબલને અન્યાય, ફીકસેશન-ઇન્ક્રીમેન્ટ જેવી સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવાયોઃ સુત્રોચ્ચાર કરી ઉકેલ ન આવે તો ચક્કા જામની ચીમકી ઉચ્ચારાઇ

રાજકોટ તા. ર૭ :.. હિરેન મહેતા ડિવીઝન સેક્રેટરી ડબલ્યુઆરએમએસ ની યાદી મુજબ રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને માર્ગોને લઇ આજરોજ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના ડીવી. સેક્રેટરી હિરેન મહેતાના આહવાન પર રેલ કર્મીઓ દ્વારા ધરણા પ્રદર્શન, સુત્રોચ્ચાર, નારાબાજી, રેલી કરી ભવ્ય વિરોધ પ્રદર્શન કરી પોતાના આક્રોશ દર્શાવેલ હતો.

કર્મચારીઓના રેગ્યુલર પ્રમોશન લાંબા સમય સુધી ડીલે થાય છે તે અંગે તેમજ સીલેકશનની પરીક્ષાઓ લેવાના પ્રોસીઝર પુરા ન થવાથી કર્મચારીઓ જે એલીજીબલ છે તેઓને થતો અન્યાય દુર કરવા માંગ ઉઠાવાઇ હતી. ઉપરાંત ફીકસેશન, ઇન્ક્રીમેન્ટ જેવી સમસ્યાઓ માટે સતત ઝઝૂમવુ પડે છે અને કર્મચારીઓને સતત માનસીક તણાવ રહે છે તે અંગે તેમજ ઇન્ટર રેલ્વે, ઇન્ટર ડીવીઝન ટ્રાન્સફર કરવા તરફ સતત નકારાત્મક વલણ ના લીધે કર્મચારીઓ હેરાન થાય છે તે અંગે અવાજ ઉઠાવાયો હતો.

કવાર્ટર, કોલોનીના રખરખાવ માટે કોઇ ધ્યાન અપાતુ નથી વરસાદી સીઝન માં કવાર્ટરમાં પાણી ભરાઇ જવુ પાણીનું લિકેજ જેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કાર્ય સ્થળો પર બેઝીક સુવિધાઓ અને અન્ય જરૂરીયાતોનો અભાવ તેમજ વિવિધ એલાઉન્સીસ, સ્ટાફ શોર્ટેજ જેવી સમસ્યાઓની સામે અવાજ ઉઠાવેલ.

આવી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમતા રેલ્વેના કર્મચારીઓના પ્રશ્નો માટે વેર્સ્ટન રેલ્વે મજદૂર સંઘ ના હિરેન મહેતાના નેતૃત્વમાં બહોળી સંખ્યામાં રેલ કર્મીઓ ઉપસ્થિત રહેશે.

રસુબભાઇ, આર. જાડેજા, કે. આર. સોઢા, અભિષક રંજન, ડી. એસ. શર્મા, કલેમેટ મચાડો, એમ. જાડેજા, મહિલા વિંગમાં અવની ઓઝા, જયશ્રીબેન, ધર્મીષ્ઠા વિધિ, જયોતિ મહેતા, મુમતાઝ, નિર્મળાબેન, હિનાબન, મીનાબેન, કલ્પનાબેન, દિપાલી અન્નપુર્ણા વગેરેએ જહેમત ઉઠાવેલ.

આ સાથે સાથી આર. જી. કાબર, સાથી શરીફખાન પઠાણ, ડો. એમ. રાઘવૈયાજી જીંદાબાદ, ડબલ્યુઆરએમએસ જીંદાબાદ, હમારી માંગે પૂરી કરો જો નમીલી મજદૂર કી માંગ રેલ કા ચક્કા જામ હોગા' જેવા નારા પોકારેલ અને કર્મચારીઓએ પોતાના  આક્રોશ પ્રશાસન સુધી પહોંચાડવા પ્રત્યન કરેલ.

(3:39 pm IST)