Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પેટ કરાવે વેઠ

શહેરના ટ્રાફિક સિગ્નલો પર ભીક્ષાવૃતિ કરનારા પણ હોય છે અને સ્ટીકર્સ કે બોલપેન વેંચીને પેટીયુ રળનારા પણ જોવા મળતાં હોય છે. આજે વરસતા વરસાદ વચ્ચે પણ એક મહિલા પોતાના બે સંતાન સાથે એક બંધ કાચવાળી કાર પાસે રંગબેરંગી સ્ટીકર્સ સાથે પહોંચી ગઇ હતી...તેણે પોતાના સ્ટીકર્સ વેંચવા કાર પાસે પહોંચી ચાલક કાચ ખોલી દસ-વીસ રૂપિયાના સ્ટીકર્સ ખરીદી લે તેવી આશા રાખી હતી...પરંતુ તેની એ આશા ફળીભૂત થઇ નહોતી. ટાઢ, તાપ, વરસાદમાં આ લોકો પેટ ભરવા માટે મથતાં રહેતાં હોય છે, ઘણીવાર લોકો તેની પાસેથી વસ્તુ લીધા વગર પણ દસ-વીસની નોટ આપી દેતાં હોય છે. કોઇ ચીજવસ્તુ ન ખરીદે અને કંઇ ન આપે તો પણ આ લોકો નિરાશ થતા નથી, કોઇક તો ખરીદશે જ એવી આશા સાથે મંડ્યા રહે છે અને આશા ફળીભુત પણ થાય છે...આ રીતે આ લોકો આશા અમર છે એવો સંદેશો આપતા રહે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:36 pm IST)