Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

શ્રી પંચનાથ હોસ્પિટલના આંખના વિભાગમાં ફુલટાઇમ નેત્ર ચિકિત્સક ડો. દેવાંશી માંકડની નિમણુંક

માત્ર રૂ.૫૦માં નિદાન, ૫૧૪થી વધુ આંખના મોતીયાના સફળ ઓપરેશન

રાજકોટઃ શ્રી પંચનાથ હોસ્પિટલમાં તા. ૦૧-૧૦-૨૦૧૮ના પાવન દિવસે ભાઇ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ઼ હસ્તે નેત્ર વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો અત્યાર સુધીમાં અનેક દર્દીઓએ માનવ શરીરનુ અગત્યનું  અણમોલ અંગ આંખની તપાસ કરાવેલી છે  જેમાં આંખના નંબર મોતીયો જામર વેલ પડદા પ્રેશરનો સમાવેશ થયેલો છે ઉપરોકત પરિક્ષણો માત્ર રૂ. ૫૦મા કરી આપવામાં આવે છે તદ્દઉપરાંત અત્યાર સુધીમાં ૫૧૪ થી પણ વધારે આંખના  મોતીયાના સફળતાપુર્વક ઓપરેશન કરવામાં આવ્યા છે જેમાં વિદેશની વિખ્યાત કંપનીના સારામાં સારી ગુણવત્તા ધરાવતા ફોલડેબલ લેન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે.

આંખના ઓપરેશન થિયેટરને સંપૂર્ણ રીતે વાતાનુકૂલિતની સાથે બેકટેરિયા રહિત બનાવવામા આવેલ છે અને તેની તમામ જરૂરી અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી જાણીતા દાનવીર શ્રી શીવલાલભાઇ ધીરજલાલ અને નિર્મળાબેન શીવલાલભાઇ ધાંધાં પરીવાર તરફથી અનુદાનમા આપવામાં આવેલ છે જયારે ફેંકો મશીન હંમેશા સેવાના કાર્યને વરેલા રોટરી કલબ ઑફ રાજકોટના નામાંકિત આગેવાનો દ્વારા ઇન્સ્ટોલ કરી આપવામાં આવેલ છે.

 આંખના મોતીયાના ઓપરેશન તમામ આધુનિક સુવિધાઓ ધરાવતુ હાયજેનીક ઓપરેશન થિયેટરમાં કરવામાં આવે છે ઓપરેશન કરતાં પહેલાં દર્દીઓના  જરૂરી તમામ પ્રકારના પરિક્ષણો તકેદારી સ્વરૂપે તેમજ પ઼ી ઓપરેટીવ પ્રોફાઇલ પણ ફરજીયાત પણે કરવામાં આવે છે તદ્દઉપરાંત ઓપરેશન થિયેટરની દિવાલો એન્ટી વાયરલ સીલ્વર આર્યન શીટ  દ્વારા સંપૂર્ણપણે કોટેડ કરવામાં આવેલ છે જેનાથી બેકટેરિયા ઉત્પન થતા નથી તેમજ વાતાનુકૂલિત થકી ઉચ્ચ ટેકનોલોજી ધરાવતુ એ એચ યુ લગાડવામાં આવેલ છે જેના પરિણામ સ્વરૂપે આખા ઓપરેશન થીયેટરમાં હેપા ફિલ્ટર દ્વારા ઉત્પન્ન થતી સ્ટરીલાઇઝડ તાજી હવા મળે છે જે તબીબી દ્રષ્ટીએ ઓપરેશન માટે આ પ્રકારનુ વાતાવરણ પણ જરૂરી હોય છે.

 શ્રી પંચનાથ હોસ્પિટલ ટ્રસ્ટ  દ્વારા ફુલટાઇમ આંખના નિષ્ણાત તબીબ (ઓપ્થલ્મોલોજિસ્ટ) તરીકે નિયુકત થયેલા   ડો. દેવાંશી માંકડે  ૨૦૧૫ના શૈક્ષણીક વર્ષમા બીજેમેડિકલ કોલેજખાતે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમ એસ (ઓપ્થલ્મોલોજિસ્ટ) તરીકેની ઉપાધિ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાંથી પ્રાપ્ત કરેલ છે તેઓ રજાના દિવસો સિવાય દરરોજ સવારે ૧૦:૩૦થી ૧૨:૩૦ બપોરે ૪:૩૦ થી ૬:૩૦ નિયમિત મળી શકશે.

 નવનિયુકત ડો દેવાંશી માંકડે પોતાની ચાર વર્ષની તબીબી કારકિર્દી દરમિયાન ૫૨૭ થી પણ વધારે આંખને લગતી સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ સર્જરી સફળતા પૂર્વક કરી ચૂક્યા છે  તેમાં ટાંકા વાળા/ ફેંકો મશીન દ્વારા ટાંકા વગરના  મોતીયાના ઓપરેશન વેલ જામર પાંપણ આંખના મસા   આંખમાં કોઇપણ પ્રકારની ઇજાઓ થયેલી હોય તો ટાંકા લેવા જેવા સફળતા પૂર્વક સર્જરી કરીને નિષ્ણાત તબીબ તરીકે સારી એવી નામના પ્રાપ્ત કરેલ છે.

 શ્રી પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રીદેવાંગભાઇ માંકડ માનદ મંત્રી શ્રી મયૂરભાઇ શાહ કોષાધ્યક્ષ શ્રી્ડી.વી.મહેતા ટ્રસ્ટીશ્રીઓ શ્રી ડો.રવિરાજ ગુજરાતી, શ્રીવસંતભાઇ જસાણી, શ્રીમહેન્દ્રસિંહ ગોહેલ,  શ્રી અનિલભાઈ દેસાઈ, શ્રી સંદીપભાઇ ડોડીયા, શ્રી જેમીનભાઇ જોષી, શ્રી નિરજભાઇ નીતિનભાઈ મણીયાર,  શ્રી મિતેષભાઇ વ્યાસ, શ્રી નારણભાઈ લાલકીયા, શ્રીમનુભાઇ પટેલ જેવા સેવાના ભેખધારીઓ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને રાહત દરે સચોટ નિદાન અને સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

 હોસ્પિટલમાં થતી અન્ય સારવારની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજ ચગ મો. ૯૮૭૯૫ ૭૦૮૭૮ આંખ વિભાગની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રીમતી બીનાબેન છાંયાનો હોસ્પિટલ પર અન્યથા લેન્ડલાઇન નં. ૦૨૮૧ ૨૨૨૩૨૪૯/૨૨૩૧૨૧૫ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. 

 ડો. દેવાંશી માંકડ  -

નેત્ર ચિકિત્સક (ઓપ્થલ્મોલોજિસ્ટ)

(3:36 pm IST)