Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાવનગરની વિદેશી કાપડ પ્રતિબંધ લડત - ઈ.સ. ૧૯૩૦

'આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રનાં સ્વાતંત્ર્ય સૈનિકોનાં સત્યાગ્રહની લડતનો ઈતિહાસ'

'સ્વરાજ લડત' દરમ્યાન પોતાનાં દેશબંધુઓ જેલમાં હતા ત્યારે ભાવનગરનાં કેટલાક કાપડિયાઓ પરદેશી કાપડનો ધમધાકોર વેપાર ચલાવતા હતા. જે અનુસંધાને ફૂલચંદભાઈ તથા દેવચંદભાઈ પારેખે 'કાઠિયાવાડ પિકેટીંગ મંડળ' ની સ્થાપના કરી. કાઠિયાવાડનાં તમામ દેશી રાજ્યોમાંથી પરદેશી કાપડ તેમજ દારૂનાં પીઠાં નાબૂદ કરવાનું નક્કી થયું અને લડતનો પ્રારંભ થયો. યુવાનો તથા વિદ્યાર્થીઓએ દુકાનોનો બહિષ્કાર પોકાર્યો. ફૂલચંદભાઈ તથા શિવાનંદજી ઉપર હદપારીનાં હુકમો થયા. લડતમાં ભાવનગરનાં પ્રજાજનો દ્વારા સક્રિય ટેકો મળ્યો. રાજ્યે મણિલાલ કોઠારી દ્વારા ફૂલચંદભાઈ સાથે ચર્ચા કરી અને મહાજન ઢીલું પડ્યું. દુકાનો સામે સત્યાગ્રહીઓ ઉપવાસ કરી રામધૂન કરતાં અને અંતે સમાધાન થતાં ભાવનગરમાં તમામ પરદેશી કાપડની ગાંસડીઓ ઉપર સીલ લાગ્યા. ૩ મહિનાનાં સત્યાગ્રહ દ્વારા સૈનિકોએ સફળતા હાંસલ કરી.

 ઈ.સ. ૧૯૩૧ માં વેપારીઓએ કાપડની ગાંસડીઓનાં સીલ તોડીને પુનઃ વેપાર શરૂ કર્યો અને લડત ફરી શરૂ થઇ. તા. ૩૧/૦૩/૧૯૩૨ નાં રોજ ફૂલચંદભાઈ અને શિવાનંદજી સામે કોર્ટમાં કેસ ચાલ્યો. મેજીસ્ટ્રેટે ૬ માસની સજા ફરમાવી. જો કે, મેજીસ્ટ્રેટ 'તમે વ્હેલા છુટશો તો હું રાજી થઈશ' કહ્યું. કોઈપણ શરત ફૂલચંદભાઈને મંજુર ન્હોતી. રાજ્ય થાક્યું અને એપ્રિલ-૧૯૩૨ માં જેલમાંથી મુકત કર્યા. ભાવનગર તથા અન્ય રાજ્યૉમાં રાષ્ટ્રિય જાગૃતિમાં બળ પુરાયું. ભાવનગરનાં વિદ્યાર્થીઓ આ લડતમાં મોખરે રહ્યા તે અવશ્ય નોંધનીય છે.

તત્કાલીન સમયનાં સત્યાગ્રહીઓનાં પુરૂષાર્થને વંદના.

ગાંધીજી અને સરદારની રાષ્ટ્રિય લડતમાં તેઓ પણ નિમિત બન્યા છે.  

-સંકલન

નવીન ઠક્કર 

મો. ૯૮૯૮૩ ૪૫૮૦૦ 

(3:35 pm IST)