Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પંદર વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુપીનો દદુ ગુપ્તા ભગાડી ગયો : અપહરણનો ગુનો

યુપીમાં જે સગીરાની છેડતી કરી તેનું જ અપહરણ કર્યુ

રાજકોટ તા. ૨૭ : મૂળ યુપીની હાલ રાજકોટમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને યુપીનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશ હાલ રાજકોટમાં રહેતા સગીરાના મોટાભાઇએ ભકિતનગર પોલીસ મથકમાં મૂળ ઉત્તરપ્રદેશના બહરાઇય જિલ્લાના કુસૌર ગામના હાલમાં રાજકોટ ક્રાંતિનગર સોસાયટી શેરી નં. ૧માં રહેતા દદુ અનીલભાઇ ગુપ્તા સામે ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, એકાદ વર્ષ પહેલા પોતાની બહેન વતનમાં રહેતી હતી. ત્યારે ગામમાં જ રહેતા દદુ અનીલભાઇ ગુપ્તાએ ઘરમાં ઘુસીને પોતાની બહેનની છેડતી કરી હતી. આ મામલે પિતાએ કોર્ટમાં દદુ ગુપ્તા અને તેના મિત્ર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ દદુ ગુપ્તા વતનમાં પોતાની બહેનને હેરાન પરેશાન કરતો હોય, જેથી પિતા તેને રાજકોટ તેડી જવાનું કહેતા પોતે બહેનને વતનમાંથી રાજકોટ લઇ આવ્યો હતો. આરોપી દદુ પણ ઘણા સમયથી રાજકોટ રહેતો હોવાથી તેણે ફરીથી સંપર્ક કરી મોબાઇલ ફોન લઇ આપ્યો હતો. જો કે જાણ થતાં પોતે બહેન પાસેથી ફોન લઇ લીધો હતો. ગત તા. ૧૭ના રોજ આરોપી દદુ ગુપ્તા સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. પોતે પરિવારજનોએ વતન સહિતના સ્થળોએ શોધખોળ કર્યા બાદ દદુ ગુપ્તા સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળતા ભકિતનગર પોલીસમાં ફરિયાદ કરતા પી.આઇ. જે.ડી.ઝાલા તથા રાઇટર નિલેશભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)