Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પંડિત દિનદયાલજીના આદર્શોને જીવનમાં અનુસરવા સંકલ્પઃ રાજુભાઇ ધ્રુવ

પંડિત દિનદયાલ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા યોજાયો ભાવાંજલી સમારોહ

રાજકોટઃ ભારતીય જનસંઘ-ભારતીય જનતા પક્ષ ના આદ્ય સંસ્થાપક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ના પ્રણેતા સંસ્કારપુરુષ ભારતીય રાજનીતિના ધ્રુવતારક આદરણીય શ્રી પં.દીનદયાળ ઉપાધ્યાય દ્વારા જીવાયેલા  જીવનની એક એક પળ તે પછી ભલે  ભારતીય રાજનીતિ હોય કે દેશનું  સમાજજીવન હોય દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ અને સર્વોત્તમ પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર છે. ભારતીય સંસ્કૃતિના આરાધક પૂજારી મહાપુરુષ પ.દિનદયાલજી  માત્ર વચન અને પ્રવચન ક્ષેત્રેજ નહિ, પરંતુ કર્મનિષ્ઠા દ્વારા આચરણ માં પણ વિરાટ પુરુષ હતા. પંડિતજીનો એકાત્મ માનવવાદ અને છેવાળા માનવીના કલ્યાણ નો અંત્યોદયનો જીવનમંત્ર હંમેશા જનકલ્યાણ અને રાષ્ટ્રની સેવા માટે આપણને સૌને પ્રેરણા આપશે. તેમ પ્રાસંગીક પ્રવચનમાં પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ જણાવેલ.

પં.દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે રાજકોટની પ. દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ તેમજ સિવિલ હોસ્પિટલમાં આવેલ પ.દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને  પ. દીનદયાળ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશનના ઉપક્રમે યોજાયેલ ભાવાંજલી સમારોહમાં સંસ્થાના અગ્રણીઓ સર્વશ્રી ભાવિકભાઈ અગ્રાવત, ભાસ્કરભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ જોશી, સંજયભાઈ લોટિયા, મુજજમીલભાઈ સુધાગુનીયા ,પ્રતિકભાઈ ચાવડા, જગદીશભાઈ ડાંગર,  અમિતભાઇ ધ્રુવ, તેજશભાઈ ગોરસિયા પ્રતિકભાઈ ચાવડા, જગદીશભાઈ ડાંગર,   કિરણભાઈ ચાવડા, વિમલ વાંક અને રાજુભાઇ ધ્રુવ તેમજ અન્ય સહકાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

(3:23 pm IST)