Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મચ્છરજન્ય રોગચાળાનો હાહાકાર

સપ્તાહમાં ડેન્ગ્યુ - મેલેરિયા - ચીકનગુનિયાના ૩૧ કેસ

એક અઠવાડિયામાં ડેન્ગ્યુનાં ૨૩ દર્દીઓ નોંધાયાઃ મચ્છર ઉત્પતી સબબ ૧૯૯૫ સ્થળોને નોટીસ : ૪૫ હજારનો દંડ

કાર્યવાહી : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરીયા શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો તથા તેના અટકાયતી પગલા વિશે સમજ આપી હતી તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૨૭ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા એક સપ્તાહમાં ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના ૩૧ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૦ સપ્ટેમ્બર થી તા. ૨૬ સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૨૩ તથા મેલેરીયાના ૬ તથા ચિકનગુનિયાના ૨ સહિત કુલ ૩૧  નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૧૧૩, મેલેરીયાના ૩૬ તથા ચિકનગુનિયાનાં ૧૬ કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરીયા દ્વારા આ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફોગીંગ કરેલા ઘરોની સંખ્યા-૬૭૦૩, મુલાકાત કરી પાણીના ટાંકા વગેરેમાં દવા નાખી પોરાનાશક કામગીરી કરેલ ઘરોની સંખ્યા-૮૬,૫૧૨, મચ્છર ઉત્પતિ સબબ આપેલ નોટીસની સંખ્યા-૧૯૯૫, મચ્છર ઉત્પતિ સબબ વસુલ કરેલ વહિવટી ચાર્જ -૪૫,૩૦૨, તપાસેલ અન્ય પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે)-૮૦૯, દવા છંટકાવ કામગીરી હેઠળ આવરી લીઘેલ ખાડા / ખાબોચીયાની સંખ્યા-૫૫૫ તથા  લોકોને મચ્છર ઉત્પતિ સ્થાનો તથા તેના અટકાયતી ૫ગલા વિશે સમજ મળી રહે તે માટે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોસાયટીમાં જઇ પાવર૫ોઇન્ટ પ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવેલ.

(3:21 pm IST)