Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વી.વી.પી. પરિવાર દ્વારા કાલે રાસોત્સવ

૩૧૦૦૦ વોટની સાઉન્ડ સીસ્ટમ પાનો ચડાવશે : પ્રાચીન, અર્વાચીનના સમન્વયરૂપ આયોજન : નોરતાની પુર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ ઝુમી ઉઠશેઃ ગ્રાઉન્ડ સમથળનું કાર્ય સંપન્ન

રાજકોટ તા ૨૭ :  ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કારોનું સિંચન કરી આધુનીક ગુરૂકુળની ખ્યાતિ  પ્રાપ્ત કરનાર વી.વી.પી. ઇજનેરી કોલેજ તેમજ ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચર વી.વી.પી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ નવરાત્રી પ્રારંભની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માં શકિતની ભકિત તથા આરાધના કરશે.

પ્રાચીન સાથે અર્વાચીન દાંડીયા રાસમાંં પ્રથમવાર અદ્યત્તન ૩૧૦૦૦ વોટની આઉટપુટ વાળી આર.સી.એફ. સાઉન્ડ સીસ્ટમ અને  શીવ રંજની મ્યુઝીકલ ગૃપના શ્રેષ્ઠ ગાયકો મોૈલીકભાઇ ગજ્જર અને દિપ્તીબેન ગજ્જર સાથે વી.વી.પી. કેમ્પસ, મોટેલ ધ વિલેજની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. વી.વી.પી. પરંપરા મુજબ પહેલાં ભજન, પછી ભોજન વ્યવસ્થા છે. આ અદ્યત્તન '' રાસોત્સવ-૨૦૧૯''ને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કોૈશિકભાઇ  શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઇ ત્રિવેદીના સિધા માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલશ્રી ડો. જયેશભાઇ દેશકર, આર્કીટેકચર કોલેજના  પ્રિન્સિપાલશ્રી દેવાંગભાઇ પારેખ, ડો. ચાર્મીબેન પટેલ, કર્મચારી ગણ તેમજ વિદ્યાર્થીગણ જહેમત ઉઠાવી રહયા છે.

(4:15 pm IST)