Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભરણ પોષણ કેસમાં પતિને જેલ સજાનું વોરંટ બજાવતાં પતિએ રકમ ભરી દીધી

ભરણ પોષણની રકમ જમા કરાવતાં પતિ જેલ મુકત

રાજકોટ તા. ર૭ :.. જેલ સજાના હુકમ મુજબ ફરતું વોરન્ટની બજવણી પોલીસ કમિશ્નરશ્રી, વડોદરાએ કરીને પતિદેવને પકડીને કોર્ટમાં હાજર કરતા તુરત જ તમામ રકમ કોર્ટમાં જમા કરાવતા પતિદેવને જેલમુકત કરતા ફેમીલી કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટમાં માવતરે રહેતી ધર્મિષ્ઠાબેન દર્પણભાઇ પરમારે, તેમના પતિ દર્પણભાઇ ચંદ્રેશભાઇ પરમાર, રહે. વાઘોડીયા રોડ, વડોદરા કે જેઓ બેંક ઓફીસર ચંદ્રેશભાઇ પરમારના સુપુત્ર થાય છે. તેમની સાથે અણબનાવ બનતા તથા મતભેદ થતાં મારકુટ કરીને, માનસિક, શારીરિક ત્રાસ આપીને પહેરેલ કપડે કાઢી મુકેલ. જેથી ન્યાય મેળવવા તથા ભરણ પોષણ મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં સને ર૦૧૬ માં અરજી દાખલ કરેલ. જેમાં બન્ને પક્ષોનો પુરાવો લીધા બાદ માસિક રૂ. ૭,૦૦૦ નિયમીતપણે ચુકવવાનો હુકમ કરેલો.

સદરહુ હુકમ મુજબ સામાવાળા છૂટક છૂટક રકમ કોર્ટમાં હપ્તેથી, રકમ જમા કરાવેલ. પરંતુ હિસાબ મુજબ કુલ રૂ. ર,૭૧,૦૦૦ વસુલ બાકી લેણા નીકળતા હતાં. તે પૈકી અમુક રકમ નામદાર કોર્ટમાં હિસાબપેટે જમા કરાવેલ. તે રકમ બાદ કરતાં બાકી નીકળતી રકમ લેણી રકમ રૂ. ૧,૧૯,પ૦૦ કોર્ટમાં જમા કરાવેલ ન હોય, જેથી એકમાસની બાકી રકમ ઉપર ૧પ દિવસની જેલ સજા ગણતા કુલ ૮ માસ અને ૧પ દિવસ રકમ ન ભરવા સબબ સામાવાળા પતિદેવને જેલ સજાનો હુકમ રાજકોટના ફેમીલી કોર્ટના જજ શ્રી ખુમાનસિંહ એન. મેઘાતે ફરમાવેલ અને આ વોરન્ટનું પાલન કરવા, ફરતું વોરન્ટ કાઢીને પોલીસ કમિ. શ્રી વડોદરા દ્વારા બજવણી કરવા અરજદાર ધર્મિષ્ઠાબેનને હાથોહાથ આપેલ અને રૂબરૂ વડોદરા જઇ બજવણી કરતા, પતિદેવ દર્પણભાઇ પરમારને પી. સી. બી. વડોદરાના પી. આઇ. એ પકડીને રાજકોટ ફેમીલી કોર્ટમાં રજુ કરેલ. અને તુરત જ હુકમ મુજબ, અરજીમાં માંગેલ તમામ રકમ એકી સાથે કોર્ટમાં જમા કરાવી આપતા, છેવટે કોર્ટે પતિદેવને જેલમુકત કરેલ છે.

આ કામમાં અરજદાર ધર્મિષ્ઠાબેન દર્પણભાઇ પરમાર વતી રાજકોટના પ્રસિધ્ધ સીનીયર યુવા ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન બી. ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલા છે.

(4:14 pm IST)