Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સ્વચ્છતા-પ્લાસ્ટીક મુકિતનો ધ્યેય એકલવીર અજીતસિંહની પોરબંદરથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનો પ્રારંભ

રાજકોટ તા. ર૭ : યુવાનો સાયકલ ચલાવે અને સ્વાસ્થ રહે તે માટેની જાગૃતતા લાવવા પ્રયત્નશીલ રાજકોટના અજીતસિંહ સંગરે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ નિમિતે સ્વચ્છતા મિશન, ફિટઇન્ડિયા તથા પ્લાસ્ટિકની જાગૃતતા લાવવા પોરબંદરથી દિલ્હી સુધીની યાત્રા કરશે.

આ અંગે અજીતસિંહ સંગેરેએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની ૧પ૦ જન્મ જયંતિ નિમિતે સ્વચ્છતા મિશન, ટ્રસ્ટ ઇન્ડિયા તથા સિંગલ યુકત પ્લાસ્ટીક સહિતના મુદ્દે જાગૃતીના સંદેશાને લઇને પોરબંદરથી દિલ્હી સુધી સાયકલ યાત્રા કરશે તે આજે બપોરે સ્વચ્છ રાષ્ટ્ર બનાનાહે હૈ, હર ઘરસે પ્લાસ્ટીક હટાના હૈના બેનરો સાથે પોરબંદરથી પ્રસ્થાન કરશે અને તા.૧ ના દિલ્હી પહોંચશે.

દિલ્હી પહોંચવા દરરોજ ૩પ૦ મી ૪૦૦ કિ.મી. સાયકલ ચલાવશે. પોરબંદરથી દિલ્હી કુલ ૧૩૦૦ કિ.મી. સાયકલ યાત્રા કરવામાં આવશે તેઓએ બી.કોમ. સુધીના અભ્યાસ કરેલ છે. અને વેગેનીજન્મ તથા પેટા હિમાયતી છે.સાયકલને મહત્વ આપવા માટે પોતે બાઇકની ખરીદી જ  નથી કરી હાલ શહેરમાં એક રેસ્ટોરન્ટમાં નોકરી કરે છ.ે તે રોજ ઘરેથી સાયકલ લઇને નિકળે છે. અને દિવસ દરમિયાન દરરોજ ૩૦ ની ૩પ મીનીટનું સાયકલીંગ કરે છ.ે

યુવાનો સાયકલ ચલાવતા થાય તેવો સંદેશ તેઓ પ્રસરાવા માંગે છે ૩૩ વર્ષીય સાયકલ વીર અજીતસિંહ સેંગરે (મો. ૭૬૯૮૮ ૩૧પ૮૦) પોરબંદરથી દિલ્હી સુધીની યાત્રા બદલ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, સ્ટે. ચેરમેન ઉદય કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર સહિતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી અત્રે નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા અજીતસિંહે રાજકોટથી સાબરમતી સુધીની સાયકલ યાત્રા ૧૩ કલાક ર૭ મીનીટમાં પુરી કરી હતી.

(4:13 pm IST)