Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

યુનિવર્સિટીનો ઇન્દ્રધનુષ મહોત્સવમાં છાત્રો કરશે થનગનાટ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદઘાટન : યુપીએસસી કોચીંગ સેન્ટર લાઇબ્રેરીનું લોકાર્પણઃ હજારો છાત્રોને નમો ઇ ટેબ્લેટનું વિતરણઃ રર સ્પર્ધામાં રપ૦૦૦ સ્પર્ધકો હિર ઝળકાવશે

રાજકોટ, તા., ર૭:  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતઓને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આગામી તા.ર૮,ર૯ સપ્ટે. અને તા. ૧ ઓકટો.  એમ ત્રણ દિવસ ૪૯માં યુવક મહોત્સવ 'ઇન્દ્રધનુષ ર૦૧૯' નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.  પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.  દેશાણીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે રાજય સરકારશ્રી દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રૂ. ૧૦૦૦/— ના ટોકનદરે નમો ઈ-ટેબલેટ આપવાની યોજનાના ભાગરૂપે ટેબલેટ વિતરણ સમારોહ યોજાનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૯ મા યુવક મહોત્સવ ઈન્દ્રધનુષ-૨૦૧૯ તથા ટેબલેટ વિતરણ સમારોહનું ઉદઘાટન આગામી તા. ૨૯/૯/૨૦૧૯ ના રોજ સવારે ૯ કલાકે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ  મોહનભાઈ કુંડારીયા  મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી અંજુબેન શર્માની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યકમ યોજાનાર છે.

કાર્યકમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નવનિર્માણ પામેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭૭૫૦૬ કોચીંગ સેન્ટર અને UPSCની અધ્યતન લાઈબ્રેરીનું લોકાર્પણ, આંકડાશાસ્ત્ર ભવનના રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદદ્યાટન તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એલ્યુમીની એસોસિએશનની વેબસાઈટનું લોન્ચીંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ડીજીટલ પઘ્ધતીથી કરવામાં આવશે.

કાર્યકમના સ્થળે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને એન.સી.સી.ના કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવશે અને કાર્યક્રમના સ્થળે વ્યવસ્થા જાળવવા માટે એન.સી.સી. ના ૨૦૦ કેડેટસ ઉપસ્થિત રહેનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૯ મા યુવક મહોત્સવના ઉદદ્યાટનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યકમોનું આયોજન કરવામા આવેલ છે. કાર્યક્રમોમાં  તરણેતરના મેળાના ગ્રુપ દ્વારા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવશે તેમજ ગોડલના ચેતન જેઠવા ગૃપ દ્વારા સામૂહિક નૃત્ય-ગરબા તથા મંથન જોશી ગૃપ દ્વારા સંગીતની સુરાવલીની પ્રસ્તુતી કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યકમોનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ થઈ રહયં છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર હેઠળના પાંચ જીલ્લાની કુલ ૨૩૦ કોલેજોના ૨૦૧૯ માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓમાંથી જે વિધાર્થીઓએ ૨૦૧૯ માં ધોરણ-૧૨ ની પરીક્ષા પાસ કરેલ છે એવા વિધાર્થીઓએ પોતાની કોલેજ મારફત રૂમ. ૧૦૦૦/- ટોકન ફી જમા કરાવી અને રજીસ્ટ્રેશન કરાવેલું હોય તેવા ૩૬૬૯૪ વિદ્યાર્થીઓને રૂ. ૧૪૫૦૦/- ની કિંમતનું 4G ટેબલેટ અર્પણ કરવામાં આવશે અને આ ટેબલેટ વિતરણના કારણે ગુજરાતના કોલેજના યુવાનો ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દભાઈ મોદીના ડીઝીટલ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ સહભાગી બનશે.

ગુજરાત સરકારના અતિ મહત્વના આ ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલશ્રીઓએ સંયુકત રીતે આ ટેબલેટ વિતરણ કાર્યકમ સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે યુનિવર્સિટી કેમ્પસના વિવિધ ભવનો ખાતે ટેબલેટ વિતરણના કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

યુવક મહોત્સવ અને ટેબલેટ વિતરણના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર જેટલા વિધાર્થીઓ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી સહભાગી થવાના છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૯ મા યુવક મહોત્સવ ઈન્દ્રધનુષ-૨૦૧૯તથા ટેબલેટ વિતરણના સમગ્ર કાર્યકમનું લાઈવ વેબકાસ્ટીંગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યૂટર સેન્ટરના ડાયરેકટરશ્રી ડો. પિયુશભાઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ ૫૭૦૭૦૭. www.saurasht rauniversity.edu તથા યુનિવર્સિટીના ઓફીસીયલ ફેસબુક પેઈજ પરથી લાઈવ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૯ મા યુવક મહોત્સવ અને ટેબલેટ વિતરણ સમારોહને સફળ બનાવવા માટે કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીની અધ્યક્ષતામાં તમામ સિન્ડિકેટ સભ્યશ્રીઓ સર્વશ્રી ડો. મેહુલભાઈ રૂપાણી, ડો. નેહલભાઈ શુકલ, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. ગીરીશભાઈ ભીમાણી, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. અનિરૂઘ્ધસિંહ પઢીયાર, ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ડો. વિમલભાઈ પરમાર, ડો. વિજયભાઈ પટેલ, ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. ભરતભાઈ વેકરીયા, ડો. પ્રવિણસિંહ ચૌહાણ, ડો. હરદેવસિંહ જાડેજા જહેમત ઉઠાવી રહયા છે.

આ સમગ્ર કાર્યકમનું સંચાલન યુવા સિન્ડિકેટ સભ્યશ્રી ડો. નેહલભાઈ શુકલ દ્વારા કરવામાં આવશે.

(4:06 pm IST)