Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

યુનિવર્સિટીમાં છાનગપતીયા? : સિન્ડીકેટ લાલઘૂમ

સુરક્ષા એજન્સી રદ્દ કરવાની ભલામણ : વાલીઓને વિશ્વાસ બેસાડવા કુલપતિ - કુલનાયક હવે દરરોજ ચોકીદારી કરશે!!!

રાજકોટ, તા. ૨૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારે ચકચાર જગાવનાર કથિત કહેવાતા છાનગપતીયા પ્રકરણ ચર્ચામાં આવ્યુ છે. આ અંગે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ હવે સુરક્ષા વ્યવસ્થા સંગીન બનાવવા કમર કસી છે.

બગીચા અને રોડ ઉપર યુવક - યુવતીઓ મર્યાદા નેવે મૂકીને બેસતા હોય તેની સામે તાજેતરમાં રાજકોટ પોલીસે બગીચામાં ઓચીંતુ ચેકીંગ હાથ ધરી યુવક - યુવતીઓને ઠપકો આપી જવા દીધા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ રૂટમાં પણ યુવક - યુવતીઓ અલગ જગ્યાએ બેસતા હોય તેની સામે અન્ય વિદ્યાર્થીઓ વાલીઓ અને પ્રોફેસરો સંકોચ અનુભવતા હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં છાનગપતીયા થતા હોવાની ફરીયાદને પગલે સિન્ડીકેટે સુરક્ષા એજન્સીને રદ્દ કરવાની ભલામણ કરી છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નમૂનેદાર કામગીરી થાય તે માટે દરરોજ કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણી એક કલાક વિવિધ ભવનોમાં અને બગીચાઓમાં તળાવ પાસે ચેકીંગ હાથ ધરશે.

(4:04 pm IST)