Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગુજરાતનો સૌથી મોટો 'રાવણ' રાજકોટમાં :દશેરાના દિવસે આતશબાજી સાથે દહન

રાજકોટ તા. ર૭: વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા રાજકોટ મહાનગરમાં વર્ષોથી રાવણદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી રાજકોટમાં સૌથી ઉચામાં ઉચા રાવણના પુતળા બનાવવાની તૈયારીઓનો આરંભ થઇ ચુકયો છે. તા. ૮ ને મંગળવારે રેસકોર્ષ મેદાનમાં સાંજે ૭-૦૦ કલાકે રાવણ-કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરાશે અને ફટાકડાની અવનવી વેરાયટીઓ સાથે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. દર વર્ષે વધુને વધુ લોકો તેમાંય ખાસ કરીને નાના ભુલકાઓ આ કાર્યક્રમમાં વધુને વધુ જોડાઇ રહ્યાં છે.

રાવણ-કુંભકર્ણ-મેઘનાથના પુતળાઓનું દહન અને અવનવી આકાશી ફટાકડાની રંગોળી રચાય છે ત્યારે બાળકો સહિતની જનમેદનીની ચીચયારીઓથી સમગ્ર ગ્રાઉન્ડ ગાજી ઉઠે છે. ઉપરાંત ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં શસ્ત્રો સજાવવામાં આવે છે. જયાં દરેક મુલાકાતીઓ શસ્ત્રનું પુજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આપણા બાળકો શસ્ત્ર પૂજનનું મહત્વ જાણે અને સમજે તે માટે આવું આગવું આયોજન કરવામાં આવે છે. જેનો પણ દર વખતે બહોળી સંખ્યામાં લોકો લાભ લ્યે છે.

સૌથી ઉંચો રાવણ બનશે અને મેઘનાથ અને કુંભકર્ણના ઉંચા પૂતળા બનાવવામાં આવશે. રાવણ બનાવનાર કારીગરોને ખાસ યુ.પી. (આગ્રા)થી બોલાવવામાં આવે છે.  આ ટીમ પુતળા બનાવવાની સ્પેશ્યાલીસ્ટ છે આ લોકો રાત-દિવસ જહેમત ઉઠાવીને આ પૂતળાઓ તૈયાર કરે છે. સળગી ઉઠે તેવી સામગ્રીના ઉપયોગથી બધા જ પૂતળાઓ બનાવવામાં આવે છે. આટલા ઉંચા પૂતળા કોઇ જાતના લોખંડ કે સ્ટીલના ઢાંકા વગર ઉભા કરવા એ કારીગરોનું કૌશલ્ય છે કે તેઓ દર વર્ષે વધુને વધુ હાઇટવાળા પુતળા બનાવવાનું સાહસ કરે છે.

રાવણ દહનની પૂર્વ તૈયારી માટે એક મીટીંગ તાજેતરમાં વિ.હિ.પ. કાર્યલય ખાતે મળી જેમાં સૌકરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ હરીભાઇ ડોડીયા, મહાનગર અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, મહાનગર કાર્યાધ્યક્ષ હસુભાઇ ચંદારાણા, ગુજરાત ક્ષેત્ર સંયોજક હરેશભાઇ ચૌહાણ, મહાનગર મંત્રી નિતેશભાઇ કથીરીયા, વિભાગ મંરી કૃણાલભાઇ વ્યાસ, કોષાધ્યક્ષ નિવુભાઇ ટીલાવત, પૂર્વ જીલ્લા મંત્રી રામભાઇ શાંખલા તથા સહમંત્રી સુશીલભાઇ પાંભર, પશ્ચિમ જીલ્લા મંત્રી રાહુલભાઇ જાની તથા સહમંત્રી કલ્પેશભાઇ મહેતા, સહસંયોજક મનોજભાઇ કદમ, સુરક્ષા સંયોજક ધનરાજભાઇ રાઘાણી તથા પૂર્વ જીલ્લા સંયોજક વનરાજભાઇ ચાવડા તથા હર્ષભાઇ વ્યાસ, પશ્ચિમ જિલ્લા સંયોજક હર્ષદભાઇ સરવૈયા, અશોકસિંહ ડોડીયા, મહેશભાઇ ડોડીયા, ઇશ્વરભાઇ શર્મા, કલ્પેશભાઇ રાવલ, હિનેશભાઇ મકવાણા, દિપકભાઇ ગમઢા, વિમલભાઇ બગડાઇ, પંકજભાઇ બકુતરા, ચંદ્રસિંહ ડોડીયા, મહાવીરસિંહ જાડેજા, વિનોદભાઇ દુધીયાણી, રશ્મીતભાઇ પટેલ ઉપરાંત અમીતભાઇ કોટક, સંદિપભાઇ આસોદરીયા, વિશાલભાઇ નાંઢા, રમેશભાઇ લીંબાસીયા, વિમલભાઇ લીંબાસીયા, મનીષભાઇ મીયાત્રા, કિશોરભાઇ જગદાળે, ઉદયભાઇ ખાટરીયા, અનિલભાઇ સરવૈયા, અનિરૂધ્ધસિંહ ચાવડા, અનિલભાઇ કમાણી, કિશનભાઇ મકવાણા, સતિષભાઇ જીંજરીયા, બિજલભાઇ વડગામા, હાર્દિકભાઇ વાઘેલા, ભાવેશભાઇ મકવાણા, હિતેશભાઇ રાઠોડ, રવિભાઇ જાંબુકીયા, ભરતભાઇ વડેરા, સંજયભાઇ સાકરીયા, ભાર્ગવભાઇ ટીલાવત, અંકિતભાઇ વેકરીયા, પારસ શેઠ સહિતના કાર્યકરો હાજર રહ્યાં હતાં.

(4:02 pm IST)