Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ચૂંટણી પંચનો મતદાર યાદી ચકાસણી કાર્યક્રમઃ રાજકોટ જીલ્લામાં નબળો પ્રતિસાદઃ કુલ ૨૧ લાખ મતદારોઃ માત્ર ૪૮ હજારમાં જાગૃતિ !!

રાજકોટ શહેર-જીલ્લામાં નામ ઉમેરવા ૨૮૦૦એ ફોર્મ ભર્યાઃ જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આ જ સ્થિતિ... :જીલ્લા ચૂંટણી તંત્રે અનેક કાર્યક્રમો કર્યાઃ અખબારોમાં યાદી આપી પણ લોકોને કોઈ રસ જ નથીઃ પોતાના નામની ચકાસણી કરવી એ જરૂરી : રાજ્યભરમાં માત્ર ૩.૫૮ ટકા કામગીરીઃ ચૂંટણી પંચ ચોંકી ઉઠયું : રાજ્યભરમાં માત્ર ૩.૫૮ ટકા કામગીરી થઈ છે. સૌથી નબળી સુરતમાં માત્ર ૧.૭૫ ટકા તો સૌથી બેસ્ટ તાપી જીલ્લામાં ૧૭.૨૦ ટકા કામગીરી હોવાનું જાહેર થયુ છે

રાજકોટ, તા. ૨૭ :. ચૂંટણી પંચ દ્વારા હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ૧લી સપ્ટેમ્બરથી આ કાર્યક્રમ શરૂ થયો છે. આમા લોકોને અપીલ કરાઈ છે કે મતદારો પોતાનું નામ ચકાશે, બરોબર છે કે કેમ, તે જૂએ, ફેરફાર હોય તો તે મુજબનું ફોર્મ ભરે, પરંતુ મતદારોમાં માત્ર ૨ થી ૨ાા ટકા જાગૃતિ આવી છે.

રાજ્યભરના આંકડાકીય માહિતી તપાસતા તા. ૨૬ની સ્થિતિ મુજબ રાજકોટ ઉપરાંત અન્ય ૭ જીલ્લામાં મતદાર યાદી ચકાસણી કાર્યક્રમને રાજ્યભરમાં સૌથી વધુ નબળો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ શહેર-જિલ્લામાં કુલ ૨૧ લાખથી વધુ મતદારો છે, તે સામે માત્ર ૪૮ હજાર લોકોએ પોતાના નામો અંગે ચકાસણી કરી છે.

રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્રે પોતાના પ્રાંત-મામલતદારો મારફત અનેક સેમીનારો કર્યા, અપીલો કરી, અખબારોમાં વારંવાર યાદીઓ આપી, પણ લોકોને કોઈ રસ જ ન હોય તેમ માત્ર ૪૮ હજાર મતદારોએ ચકાસણી કરી.

ચૂંટણી અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતુ કે લોકો સમજે તો સારૂ, પોતાના નામ, સરનામા, ફેરફાર વગેરેની ચકાસણી કરવી જરૂરી છે, પરંતુ લોકો સમજતા જ નથી.

અત્રે એ નોંધનીય છે કે, ૧લી તારીખથી શરૂ થયેલ. આ કાર્યક્રમ સંદર્ભે નામ ઉમેરવા માટે રાજકોટ શહેર-જીલ્લામાં ૨૮૦૦થી વધુ ફોર્મ ભરાયા છે.

મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ લોકોએ કયા જીલ્લામાં 'ચેક' કર્યુ

જીલ્લાનું નામ

મતદારો (કુલ)

મતદારો દ્વારા ચકાસણી

કચ્છ

૧૪૮૦૨૭૨

૧૮૬૮૬

બનાસકાંઠા

૨૨૩૧૭૬૦

૮૫૧૫૪

પાટણ

૧૦૬૩૦૯૩

૪૦૬૯

મહેસાણા

૧૬૪૧૦૧૪

૧૮૯૪૬

સાબરકાંઠા

૧૦૨૧૪૪૭

૫૪૨૮૧

અરવલ્લી

૭૭૬૭૭૪

૪૬૧૭૧

ગાંધીનગર

૧૨૨૪૬૦૧

૪૫૦૦૫

અમદાવાદ

૫૫૦૮૯૨૬

૫૨૬૩૨

સુરેન્દ્રનગર

૧૩૧૬૫૨૮

૪૪૨૧૨

મોરબી

૭૫૧૫૮૪

૧૦૪૧૪

રાજકોટ

૨૧૩૭૮૧૮

૪૮૨૧૯

જામનગર

૧૧૦૮૧૭૯

૧૪૫૩૩

દેવભૂમિ દ્વારકા

૫૪૭૧૮૯

૨૩૨૦૩

પોરબંદર

૪૫૩૬૧૪

૨૪૩૭૭

જૂનાગઢ

૧૨૦૨૧૧૨

૨૭૧૧૨

ગીર સોમનાથ

૯૧૪૨૬૮

૭૫૩૪૫

અમરેલી

૧૨૦૦૫૯૩

૬૧૩૬૯

ભાવનગર

૧૬૮૦૬૦૮

૬૮૦૭૫

બોટાદ

૫૧૫૯૦૭

૧૭૭૩૧

આણંદ

૧૬૫૬૯૮૫

૩૫૮૬૧

ખેડા

૧૪૮૯૫૬૮

૩૫૨૮૩

મહીસાગર

૭૫૨૬૧૩

૩૧૧૭૬

પંચમહાલ

૧૨૦૮૩૦૩

૫૭૨૫૩

દાહોદ

૧૩૮૨૩૬૨

૫૧૭૬૮

વડોદરા

૨૪૩૧૬૧૦

૧૧૫૬૧૫

છોટા ઉદેપુર

૭૬૦૨૬૯

૨૪૪૯૯

નર્મદા

૪૨૬૭૨૪

૩૪૧૦૬

ભરૂચ

૧૧૬૪૭૯૪

૫૪૨૪૩

સુરત

૪૨૫૪૬૩૧

૬૩૦૪૧

તાપી

૪૭૪૮૨૮

૭૪૧૩૮

ડાંગ

૧૭૪૭૧૪

૧૮૭૯૦

નવસારી

૧૦૨૦૦૯૦

૪૫૯૭૦

વલસાડ

૧૨૧૫૮૨૩

૬૦૧૨૮

કુલ

૪૫૧૮૯૭૦૧

૧૪૭૦૧૨૯

(4:00 pm IST)