Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રેલનગર આસપાસના વિસ્તારમાં મેટલીંગ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા 'જયાં માનવી ત્યાં સુવિધા' અને 'સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં. ૦૩માં મહારાણા પ્રતાપ ટાઉનશીપ પાસે, આશીર્વાદ સ્કુલ પાસે, રેલનગર આસપાસના વિસ્તારમાં અંદાજે રૂ. પ૬.૧૪ લાખના ખર્ચે મેટલીંગ કામ કરવામાં આવનાર છે આ મેટલીંગ કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડનાં હસ્તે કરવામાં આવેલ. આ કામ પૂર્ણ થતા વધુ સારા રસ્તાની સુવિધા વિસ્તારવાસીઓને મળી રહેશે. આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા, વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, વોર્ડ નં. ૦૩ના ભાજપના પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રી જગદીશભાઇ ભોજાણી તથા વોર્ડ અગ્રણીય અશોકસિંહ વાઘેલા, હિતેશભાઇ રાવલ, મનોજલાલ, દિગુભા જેઠવા, અભયભાઇ નાંઢા, હર્ષાબેન સોલંકી, પ્રવિણભાઇ ગોગિયા, હરેશભાઇ જોશી, જનકભાઇ રવેલીયા, જયોતિબેન વિગેરે બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)