Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

એરપોર્ટમાં એન્ટી હાઇજેકીંગ મોકડ્રીલ યોજાઇઃ સીઆઇએસએફ, પોલીસ, ફાયર બ્રિગેડ,આરોગ્ય અને આઇબીની ટીમો જોડાઇ

ડીસીપી રવિમોહન સૈની, એરપોર્ટ ડિરેકટર એ.એન. શર્માએ મોકડ્રીલ બાદ સમિક્ષા કરી સુચનો આપ્યા

રાજકોટ :બ્યુરો ઓફ સીવીલ એવીએશન દ્વારા પ્રતિવર્ષ એન્ટી હાઇજેકીંગ મોકડ્રીલ યેાજાય છે. જે અન્વયે આજરોજ રાજકોટ સ્થીત એરપોર્ટ ખાતે એન્ટી હાઇજેકીંગ મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં જિલ્લા વહિવટી તંત્ર,ઙ્ગસીઆઇએસએફ,ઙ્ગફાયર બ્રીગેડ,ઙ્ગપોલીસ,ઙ્ગઆરોગ્ય વિભાગ,ઙ્ગઆઇબી વિભાગ વગેરે સંબંધીત વિભાગે સક્રીય ભાગ લીધો હતો. વર્તમાન સમયમાં આકસ્મીક સંજોગોમાં કોઇ વિમાન હાઇજેકર દ્વારા હાઇજેક થાય ત્યારે પેસેન્જર તથા પાઇલોટ સહિત ક્રુ મેમ્બર્સને બચાવવાની કરવાની થતી ત્વરીત કામગીરીની સમિક્ષા માટે પ્રતિવર્ષ આ મોકડ્રીલ યોજાય છે. જેમાં સંબંધીત વિભાગોએ પોતાના વિભાગ અંતર્ગત કરવાની થતી કામગીરી બજાવી તેમાં રહેતી ત્રુટીઓની સમિક્ષા કરવામાં આવે છે. આજની મોકડ્રીલ ઝોન-૧ના ડીસીપી રવીમોહન સૈનીના માગર્શન હેઠળ યોજાઇ હતી. જેમાં એરપોર્ટ ડાયરેકટરએ.એન.શર્મા,ઙ્ગપ્રાંત અધિકામરીરી દિપેશ ચૌહાણ,ઙ્ગસીઆઇએસએફના ડે. કમાન્ડન્ટ તારા ચંદ,ઙ્ગએરપોર્ટ ઓથોરીટીના એસ.કે.ગુપ્તા તથા શ્રી એન.ડી.માઢક,ઙ્ગઆઇઓસીના સીનીયર મેનેજર રવીકુમાર,ઙ્ગપી.ડી.યુ હોસ્પીટલના આસીસ્ટન્ટ આર.એમ.ઓ. ડો. એમ.ડી.ચાવડા તથા સાઇકિયાટ્રીસ્ટ ડો.ભાવેશ કોટક,ઙ્ગઆઇ.બી.ના અધિકાર આર.આર. ગોરખેડે સહિત વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહયા હતા.  મોકડ્રીલ બાદ ડીસીપી રવીમોહન સૈની તથા એરપોર્ટ ડાયરેકટર એ.એન.શર્માએ સમિક્ષા કરી ઉપયોગી સુચનો કર્યા હતા.

(3:53 pm IST)