Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રઘુવંશી પરિવાર દ્વારા કાલે વેલકમ નવરાત્રી

શ્રીજી બાવાના કિર્તન ઉપર રઘુવંશી ખેલૈયાઓ ડાંડીયારાસની રમઝટ બોલાવશે

રાજકોટ,તા.૨૭: માં અંબાની આરાધનાના પવિત્ર પર્વ એવા નવરાત્રિને આવકારવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહયો છે. રવિવારથી ગુજરાતભરમાં નોરતાનો રંગ જોવા મળશે. ત્યારે રંગીલા રાજકોટમાં લોહાણા સમાજ માટે રઘુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૯નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૮ને શનિવારે રાત્રે ૭થી૧૦ નવરાત્રિના પર્વને વધાવવા માટે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ—૨૦૧૯ દ્વારા શ્રીનાથજીના રાસવિલાસની થીમ પર વેલકમ નવરાત્રિનું યોજાનાર છે. જેમાં મનોરથના પદો અને કિર્તનો પર ૩ હજારથી વધુ રઘુવંશી ખેલૈયાઓ રંગે ચંગે રાસની રમઝટ બોલાવી શ્રીજી બાવાને રીઝવશે. શ્રીનાથજીના રાસવિલાસ સંગીત રાસોત્સવમાં ભરત મહેતા (મેડ મ્યુઝિક), હાર્દિક મહેતા અને તેની ટીમ ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા, રઘુ ત્રિવેદી, તેમજ લવલી ઠકકર સુમધુર કંઠે પદો અને કિર્તનો ગાઈને ખેલૈયાઓને થીરકવા પર મજબૂર કરશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી રત્ન શ્રી કમલેશ મીરાણીએ રઘુવંશી પરિવાર રાસોત્સવ મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતા.

જયારે રવિવાર તા.૨૯ સપ્ટેમ્બર થી ૮ ઓકટોબર સુધી રઘુવંશી ખેલૈયાઓ સવા લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સથવારે ગરબે ઘૂમી માં જગદંબાની આરાધના કરશે. અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૯ નું આયોજન સેલિબ્રેશન પાર્ટી પ્લોટ, રંગોલી પાકની બાજુમાં, કાલાવડ રોડ ખાતે કરવામાં આવ્યું છે.

 નવરાત્રિમાં પ્રાચીન-અર્વાચીન ગરબામાં નવા-નવા સ્ટેપ્સ સાથે ધૂમ મચાવવા રઘુવંશી ખેલૈયાઓ સજજ બની ગયા છે. સિકસ સ્ટેપ, સનેડો, રંગીલો, ટીમલી, વેસ્ટર્ન સ્ટાઈલ સહિતના સ્ટેપ્સ સાથે યુવાહૈયુ મન મુકીને થીરકશે. યુવાહૈયું છેલ્લા બે માસથી રાસ-ગરબા કલાસીસમાં પરસેવો પાડી રહયું છે. રાસોત્સવ વૃંદગાયક સંગાથે માં શકિતની આરાધના, સવા લાખની સાઉન્ડ સિસ્ટમ, પ્રસિદ્ઘ મ્યુઝિક ઓરકેસ્ટ્રા, સીસીટીવી કેમેરા, કડક સિકયોરીટી, વિવિધ વ્યંજનોથી ભરપૂર કેન્ટીન તેમજ રઘુવંશી સમાજ એક જ તાંતણે સંપૂર્ણ પારિવારીક માહોલમાં યોજાશે.

રઘુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૯ને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, પ્રતાપભાઈ કોટક, હસુભાઈ ભગદેવ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશભાઈ વસંત, હરદેવભાઈ માણેક, જંતીનભાઈ દક્ષિણી, બલરામભાઈ કારીયા, મોહિતભાઈ નથવાણી, અમિતભાઈ અઢીયા, કલ્પેશભાઈ તન્ના, અશ્વિનભાઈ જોબનપુત્રા, વિજયભાઈ પોપટ, વિજયભાઈ મહેતા, રસેશભાઈ કારીયા, વિપુલભાઈ કારીયા, જતીનભાઈ પાબારી, મહેન્દ્રભાઈ જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, હિમાંશુભાઈ કારીયા, રાજભાઈ વિઠલાણી, કુંજેશભાઈ વિઠલાણી, કેજશભાઈ વિઠલાણી, પ્રકાશભાઈ ગણાત્રા, દર્શનભાઈ કકકડ, યશભાઈ અજાબીયા, ધગલભાઈ પાબારી, હિરેનભાઈ કારીયા, શ્યામભાઈ વિઠલાણી, ડો.હરદીપભાઈ રૂપારેલ, રવિભાઈ માણેક, મેહુલભાઈ નથવાણી, કલ્પેશભાઈ બગડાઈ, વિમલભાઈ વડેરા, નીરવભાઈ પૂજારા, જલ્પેશભાઈ દક્ષિણી, મયુરભાઈ અનડકટ, જગદીશભાઈ કોટેચા, મનોજભાઈ ચતવાણી,  અશ્વિનભાઈ બુધ્ધદેવ, ધવલભાઈ મીરાણી, અશોકભાઈ મીરાણી, ધર્મેશભાઈ આડઠકકર, સમીરભાઈ રાજાણી, કીર્તિભાઈ શીંગાળા, વિપુલભાઈ મણીયાર, ઉમેશભાઈ સેદાણી, નિશીતભાઈ જીવરાજાની, સુધીરભાઈ સોમૈયા, યશભાઈ ચોલેરા, કૃણાલભાઈ ચોલેરા, હાર્દિકભાઈ ચંદ્રાણી, હિતેષભાઈ ગોટેચા, મયંક પાંઉ, ધ્રુમીલભાઈ ગોંધીયા, કિરીટભાઈ કેસરીયા, રાજભાઈ બગડાઈ, અમિત દક્ષિણી, બિમલભાઈ કોટેચા, હેમાંગભાઈ તન્ના તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, રત્નાબેન સેજપાલ, મનીષાબેન ભગદેવ, તરૂબેન ચંદારાણા, બીજલબેન ચંદારાણા,મીરાબેન કાનાણી, કિરણબેન કેશરીયા, કલ્પનાબેન વિઠલાણી, કાશ્મીરાબેન નથવાણી, જસ્મીનાબેન વસંત, માધવીબેન પોપટ, જીજ્ઞાબેન મહેતા, કિંજલબેન પાબારી, હિનાબેન સોનછત્રા, શીતલબેન નથવાણી, નિકીતા કારીયા, ચાંદનીબેન કોટેચા, અમીબેન સેદાણી, હિનાબેન કારીયા, જલ્પાબેન કારીયા, ચાંદનીબેન માનસેતા, રીમાબેન મણીયાર, હેતલબેન જોબનપુત્રા, પ્રીતિબેન પાબારી, તૃપ્તિબેન તન્ના, જલ્પાબેન અઢીયા, જયોતિબેન વિઠલાણી, શીતલબેન વિઠલાણી સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.(૩૦.૧૨)

લોહાણા જ્ઞાતિના રઘુવંશી પરિવાર રાસોત્સવના પાસ મધ્યસ્થ કાર્યાલય ખાતેથી મેળવી લેવા

સ્થળઃ૨૫,ન્યુ જાગનાથ મેઈન રોડ, હાર્મની હોસ્પિટલની બાજુમાં રાજકોટ વિશેષ માહિતી માટે ફોન નં.૯૮૨૪૪ ૦૦૦૩૦

(3:53 pm IST)