Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જીવનનગર ગરબી મંડળ : ૪૦ બાળાઓ પ્રાચીન રાસ રજુ કરશે

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ, નવરાત્રી મહોત્સવ સમિતી, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગરમાં ૩૯માં વર્ષે રવિવારે નવરાત્રિ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવશે. ૪૦ બાળાઓ અનેકવિધ રાસ-ગરબા રજુ કરી પોતાનું કોૈશલ્ય પ્રદર્શિત કરશે. સમિતીના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાના જણાવ્યા મુજબ આ ગરબીમાં વર્ષોથી ધુણવાની મનાઇ છેે. કોઇપણ પ્રકારના હોમ-હવન, ફંડ-ફાળા કે વારંવાર જે જે ના ઉચચારણો કરવામાં આવતા નથી. નવરાત્રિનું સંચાલન બહેનોની કમિટીમાં સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, જયોતિબેન પુજારા, હર્ષાબેન પંડયા, મહિલા મંડળ કરે છે. પ્રાચીન ગરબીમાં ત્રણ ગ્રૃપમાં 'એ' દેવાંગી રેણુકા, ધ્રુવી રાઠોડ, રીની રૂપારેલ, શિલ્પા પરમાર, હેતાન્શી પાડલીયા, સ્નેહા દેવાયતકા, સેજલ મકવાણા, મિરલ ઝાપડા, પ્રિયાંશી રાઠોડ, અલ્પા લગધીર, દિયા ટારીયા, મીરા હેરભા, 'બી' ગ્રૃપ જીયા રાયચુરા, સાક્ષી જોષી, કૃતિ ભટ્ટ, જીયા નકુમ, મિતલ જાદવ, વિદ્યા પરમાર, ઇશા રાઠોડ, આસ્થા સોની, રૂદ્રા ચોૈહાણ, ઉર્વી સોહલા, વિશ્વા સુરાણી, પાયલ માલવીયા, પ્રિન્સી ગોહેલ, ક્રિશ્ના ઝાપડા, 'સી' ગ્રૃપ કિંજલ પરમાર, મિશ્વા સાપરીયા, આરતી કિહલા, સાક્ષી થાપા, સિમરન સોની, તીર્થા ગંગદેવ, અનુષ્કા ગોસ્વામી, હેત્વી મોઢા, તૃષ્ટિ મહેતા, મનીષા માલવી, સ્વરા પંડયા, દ્વિજા ગોર, વૈશ્વી સોમૈયા, દિપ્સા પંડયા, બાળાઓની પ્રેકટીસ શ્રૃતિ નાથાલાલ વાડોલીયા સંનિષ્ઠ કરાવે છે. જીવનનગરમાં વર્ષોથી સમયનું પાલન કરી રાત્રિના ૯ થી પ્રારંભ કરી ૧૨ કલાકે સમાપ્ત થઇ જાય છે. સમિતીના વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, મુકેશભાઇ પોપટ, તેજસ ચોકસી, પંકજભાઇ મહેતા, વિનયભાઇ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, પંકજભાઇ ખખ્ખર, ગોવિંદભાઇ ગોહેલ, વી.સી. વ્યાસ, નયનેશ ભટ્ટ, કેતનભાઇ મકવાણા, અંકલેશ ગોહિલ, દિનેશભાઇ મકવાણા, યશ રાયચુરા, સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

(3:51 pm IST)