Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

લૂંટના ગુનામાં પેરોલ જંપ કરનાર કેદી દીલાવર ઉર્ફે ભાયો પકડાયો

રાજકોટ : શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદિપસિંહએ વચગાળાના જામીન પરથી અથવા ફરલો રજા પર તથા પોલીસ જાપ્તામાંથી ફરાર કેદી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપતા પેરોલ ફરલો સ્કવોર્ડના પી.એસ.આઇ. બી.કે. ખાચર, જે.પી. મહેતા, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, મધુકાંતભાઇ સોલંકી, બકુલભાઇ વાઘેલા, બાદલભાઇ દવે, જયદેવસિંહ પરમાર, જયપાલસિંહ ઝાલા, કિશોરદાન ભાઇ ગઢવી, ધીરેનભાઇ ગઢવી, જગદીશભાઇ ગઢવી તથા મહંમદ અઝરૂદ્દીનભાઇ બુખારી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જયદેવસિંહ, મધુકાંતભાઇ, કિશોરદાનભાઇ તથા ધીરેનભાઇને મળેલી બાતમીના આધારે પેટ્રોલ જંપ કરનાર દીલાવર ઉર્ફે ભોયો અકબરભાઇ સંધી (ઉ.વ.ર૮) (રહે. નવી ઘાંચીવાડ શેરી નં.૭, જીલ્લા ગાર્ડન પાસે) ને પકડી લીધો હતો. પકડાયેલો દીલાવર ઉર્ફે ભાયો સંઘીને ર૦૧૪માં લૂંટના ગુનામાં પકડાયા બાદ ત્રણ વર્ષ પહેલા તેને સાત વર્ષની સજા પડી હતી. તે મધ્યસ્થ જેલમાંથી ૧પ દિવસના વચગાળાના જામીન પર છુટયા બાદ જેલમાં હાજર જ થતા ભાગી ગયો હતો. ફરલો સ્કવોડની ટીમે તેને પકડી લઇ જેલમાં સોંપ્યો હતો.

(3:48 pm IST)