Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ધોળકીયા સ્કુલ દ્વારા પ્રાચીન નવરાત્રી રાસ-ગરબા....

પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી ગરબીઃ પપ થી વધુ રાસ ગરબારની રમઝટઃ દર્શકો માટે ખાસ વ્યવસ્થા : ટીવીની સ્ક્રીન મુકવામાં આવીઃ કૃષ્ણકાંત ધોળકીયા, જીતુભાઇ ધોળકીયાના નેતૃત્વમાં તૈયારીને અપાશે આખરી ઓપ

અકિલા કાર્યાલય ખાતે જીતુભાઇ ધોળકીયા, પ્રિન્સીપાલ ઇન્દીરાબા જાડેજા, નેહલબેન ગાંધી, ક્રિમાબેન સંઘવી, હીનાબેન આડેસરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૨૭: ધોળકિયા સ્કૂલ્સ-રાજકોટ તેના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને કુશળ નેતૃત્યવના ગુણો વિકસાવવામાં સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ છે સાથે-સાથે આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન મહાનત્તમ ધાર્મિક ઉત્સવ સ્વરૂપ 'મા નવદુર્ગાના' પ્રાચીન રાસ-ગરબા દ્વારા ભકિતની આરાધનાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન કરી... બાળકોની અંદર વિદ્યાર્થીકાળથી જ દેશપ્રેમ, દેશ-દાઝ, સંસ્કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજારોપણ કરી છેલ્લાં સાત વર્ષથી આ બાળ માનસને ધર્મ અને ભારતની પરંપરાગત સંસ્કૃતિ તરફ અભિમુખ કરી રહી છે. જેના ભાગ રૂપે ધોળકિયા સ્કુલ્સની આશરે ૩૫૦ બાળાઓ યુનિવર્સિટી રોડ સ્કુલ નજીક ચાચર ચોકમાં માતૃવંદના કરવા, માના ગુણલાં ગાવા, માને રાજી કરવાં થનગની રહી છે.

આકર્ષક અને ભવ્ય રંગમંચની સજાવટ, નવરંગ વેશભૂષા, ઉચ્ચ કક્ષાનું આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને આંખો આંજી દે તેવી આકર્ષક અને કલરફુલ લાઇટીંગ પપ થી પણ વધારે પ્રાચીન રાસ, ગરબાની રમઝટ વડે માં આદ્યશકિતની પૂજા, અર્ચના, આરાધના અને માં ના વિવિધ રૂપ, સૌંદર્ય, અસ્ત્ર-શસ્ત્ર તથા વીરતાના ગુણ ગાન ગાશે દાંડીયા, કરતાલ,બેડાં, દિવડાં, ટિપ્પણી, ખંજરી, મંજીરા, માંડવી, તલવાર,ત્રિશુલ,ઘડા,ઘંટ, ૧૦૮ દિવા, ખંજરી, લહેરિયા અને અન્ય વિવિધ સાધન-સામગ્રી વડેમાં અંબાની ભકિત કરી, ગુણગાન ગાઇ માને રીઝવવાના સ્તુતિમય પ્રયાસો કરાય છે.

ધોળકિયા સ્કૂલ્સની ૩૫૦ બાળાઓ જ્યો સંપૂર્ણ મર્યાદા, માંની ભકિતતમાં અને સુમધુર સંગીતના તાલેતાલ મિલાવી-ભારતીય ભાતીગળ વેશભૂષા માં સજજ બની મંચસ્થ થઇમાં આધ્યશકિતની સ્તુતિ, આરતી, વંદના અને માં અંબા-જગદંબાના ગુણગાન ગાવા માટે માના વિવિધ રૂપ, ગુણ, સૌદર્ય અને માં ન પરાક્રમોના પ્રશંસાત્મક પ્રાચીન ગરબા વડે સુમધુર સંગીતના સથવારે તાલબદ્ધ-વૈવિધ્ય સભર કૃતિઓ પીરસશે ત્યારે નવલાં નવરાતની દરેક રાતમાં આધ્ય શકિતતને રીઝવવાનું અનોખું પર્વ બની રહેશે. જેને જોવું, નિહાળવું, અનુભવવું, માણવુંએ પણ એક અમૂલ્ય લ્હાવો હશે.

છેલ્લાં પાંચ વર્ષથી ધોળકિયા સ્કૂલના સમગ્ર ટ્રસ્ટીગણ, આચાર્યગણ, સ્ટાફગણ તથા સમગ્ર વિદ્યાર્થી તથા વાલીગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં સમય,શ્રમ અને પરિશ્રમ વડે કોઇને કોઇ રૂપે ફાળો આપી આ પવિત્ર કાર્યના સહભાગી બન્યા છે.

આ ઝડપથી કરવટ બદલતી સંસ્કારિતા અને સંસ્કૃતિના કપરાં સમયમાં પણ માં જગદંબાની ભકિત આરાધના અને સાધનાનું મૂલ્ય જળવાઇ રહે તેવાં સ્તુત્ય અને સઘન પ્રયત્નો ધોળિકાય શાળા પરિવાર દ્વારા થઇ રહ્યો છે.

ચાલુ વર્ષે પણ ધોળકિયા સ્કૂલ્સના સુપ્રસિદ્ધ પ્રાચીન રાસગરબા જેવા કે 'મન મોર બની થનગાટ કરે', મોંગલ છેડતાં કાળો નાગ'ની સાથે સાથે આ વર્ષે 'ઘોર અંધારી રે...', 'આસમાના રંગની ચૂંદડી', ગરબો શણગારગો, ઝૂલે ઝૂલે છે અંબા માત', અઠીંગો રાસ, ગરબા રાસ, સાચી રે સત વાળા શબ્દોથી શોભતો ટીટોળો તેમજ આવા અનેક પ્રાચીન ગરબાઓને નવો જ ટચ અને લૂક આપી વિવિધતા સભર તૈયાર કરવામાં આવ્યા છે.

ધોળકિયા સ્કૂલ-રાજકોટ પંચાયતનગર ચોક પાસે, જી.કે.ધોળકિયા સ્કૂલના ચાચર ચોકમાં છેલ્લા સાત વર્ષની 'પ્રાચીન નવરાત્રી રાસ-ગરબા મહોત્સવ'નું શ્રેષ્ઠત્તમ આયોજન કરી રહી છે. જેમાં દરરોજ નવાં-નવાં પ્રાચીન રાસ-ગરબાઓ પરંપરાગત રીતે રજૂ કરવામાં આવે છે. જે નિહાળવાં રોજના લગભગ સેંકડો ભકતતજનો-માઇ ભકતો મનોરંજન અને ઉત્સવપ્રિય લોકો આ ચાચર ચોકમાં દૂર દૂરથી આવીને એકઠાં થઇ 'મા'ની ભકિતત આરાધનામાં સામેલ થાય છે.

ધોળકીયા બંધુનું નિઃસ્વાર્થ માતૃવંદના પ્રતિક એટલે પ્રાચીન નવરાત્રી મહોત્સ્વ, છેલ્લા સાત વર્ષથી શાળા પરિવાર નવરાત્રી પ્રાચીન રાસ-ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેમાં આશરે ૩પ૦ બાળાઓ હોંશે-હોંશે ભાગ લઇ રહી છે. આ પ્રાચીન ગરબીનું આયોજન કોઇ દિવાલ બંધ પાર્ટી - પ્લોટ કે પટાંગણમાં ટિકીટ કે એન્ટ્રી ફી લઇને નહીં, પરંતુ જાહેર જનતા માટે ચાચર ચોકમાં ખુલ્લા મંચ ઉપર કરવામાં આવે છે.

જેથી નગરના કોઇપણ વ્યકિત આબાલ-વૃધ્ધ અને કોઇપણ જ્ઞાતિ-જાતિ ે ધર્મના ભેદભાવ વગર દરેક લોકો આપણી પરંપરાગત પ્રણાલીને મનભરીને માણી શકે. એવો શુભ હેતુ રહેલો છે. આટલા મોટા વિશાળ આયોજનને પહોંચી વળવા માટે અઢળક નાણાની જરૂર પડવા છતાં ધોળકીયા સ્કૂલ્સ દ્વારા કોઇપણ જાતનો ફંડ-ફાળો, જાહેરાતો-બેનરો, લોટરીની ટિકીટ કે આરતીના ચડાવ રૂપે પણ એક પણ પૈસો ઉઘરાવ્યા વગર નિઃસ્વાર્થ ભાવે આ મહોત્સ્વનું ભાવ અને ભકિત પૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.

ધોળકીયા શાળા પરિવારનું એક સપનું આપણી પૌરાણિક અને પ્રાચીન પરંપરાઓની માવજત અને સંસ્કૃતિની મહિમા તથા તેનું જતન થઇ શકે અને આવનારી પેઢીઓ આપણી આ મહાનતમ સંસ્કૃતિથી અવગત થાય એવા શુભ આશય સાથે આ આયોજન કરે છે.

નવરાત્રીના નવે નવ દિવસ ગરબીમાં ભાગ લેતી તમામ બાળાઓ તથા તમામ કાર્યકરો તથા આયોજક ભાઇ-બહેનોને શાળા પરિવાર તરફથી શુધ્ધ, સાત્વિક અને પૌષ્ટિક નાસ્તો પ્રસાદ સ્વરૂપે કરાવામાં આવે છે. નવરાત્રીના નવમાં દિવસે દરેક બાળકો તથા વાલીગણો માટે પ્રસાદનું આયોજન.

ધોળકિયા સ્કૂલ્સ રાજકોટ આયોજીત આ પ્રાચીન નવરાત્રી રાસ-ગરબા મહોત્સવની સફળતાના સોપાનોમાં-સુંદર, નયનરમ્ય, મનોહર અને વિશાળ રંગમંચની સજાવટના સારથીઓ નરેન્દ્રભાઇ મેવાસર, રજનીભાઇ પટેલ, અનકભાઇ વાળા, ગજેન્દ્રભાઇ ગોકાણી તથા હિરેનભાઇ દોમડીયા પોતાના અનુભવો અને આવડત વડે સજાવી રહ્યા છે.

જયારે અદ્યતન લાઇટીંગ અને સાઉન્ડ સીસ્ટમ - વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના માટેના  ટીમના સભ્યો કૃણાલભાઇ, વિમલભાઇ, ગગનભાઇ, હિતેશભાઇ, નૈમિષભાઇ, અપૂર્વભાઇ, ધવલભાઇ ભોરાણીયા, ધવલભાઇ ભટ્ટ, સુધીરભાઇ, ઉમંગભાઇ, દિપેશભાઇ, મેહુલભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.  મા-અંબાની ભવ્ય અને મનોહર મૂર્તિની કલા કારીગરી તેમજ સ્થાપન અને સજાવટ કૈલાશબેન શીંગાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ટેકનોલોજીથી કલર ફૂલ લાઇટીંગના માસ્ટર માઇન્ડ મનિષભાઇ પટેલ, લાઇટ ડેકોરેશન સંભાળી રહ્યા છે.

ધોળકિયા સ્કૂલ્સ રાજકોટ નવરાત્રી મહોત્સવની જોરદાર તૈયારી અને તેમની પ્રેકિતટસ અંદાજે ૧ મહિના પહેલાથી શરૂ કરેલ છે, જે શિક્ષણના કોઇપણ ભોગે નહિ, તમામ બાળાઓ અને આચાર્યશ્રીઓ તથા સ્ટાફગણ એકસ્ટ્રા ટાઇમમાં સમય ફાળવી મા ના ગરબાઓની તૈયારીઓ કરાવે છે અને નવરાત્રીની નવે નવ રાતનું સફળ સંચાલન પણ બહેનો જ કરે છે. જેમાં શ્રી ઇન્દિરાબા જાડેજા, હીનાબેન આડેસરા, નેહલબેન ગાંધી, રેશુ મેડમ, ક્રિમાબેન સંઘવી, સ્મૃતિ મેડમ, અંશુમનસર, રાહુલસર, નિકુંજસર, શુભમસર, શાલિનસર, ગઢવીસરે પોતાની કલા, આવડત અને સુઝબુઝ વડે આ ઉત્સવની જહેમત ઉઠાવી રહ્યાં છે.

નવરાત્રી મહોત્સવને એક મહાનતમ મહાપર્વ બનાવવા સતત કટ્ટીબધ્ધ રહેતા એવા મીતુલભાઇ ધોળકીયા, ધવલભાઇ ધોળકીયા, અને વિરલભાઇ ધોળકીયા, દુદર્શિતાથી સુંદર સંચાલન કરી રહ્યા છે.

સુમધુર સંગીતનો સથવારો

સુપ્રસિધ્ધ ગરબાઓમાં સંગીતનો સથવારો સાંપડશે એસ. ભાસ્કરની ટીમનો જેમાં મેઇલ સિંગર્સ કુમારભાઇ પંડયા, નિકુંજભાઇ પટેલ, ફિમેઇલ સિંગર કૈલાસબેન પટેલ, રિધમ જનકભાઇ વ્યાસ, રાજેશભાઇ બચિયા, આશિષભાઇ ગોસાઇ, કેયુરભાઇ બુધ્ધદેવના સુમધુર અને કોકિલ કંઠે રાસ-ગરબાની રમઝટ બોલશે અને કી બોર્ડ પર હિતેષભાઇ ગોસાઇ અને ભાસ્કર શિંગાળા સુરીલી સરગમ છેડશે.

(3:46 pm IST)