Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાજકોટમાં સવારથી વરસાદી માહોલ : સતત હળવા ભારે ઝાપટા

બપોરે ૧ર વાગ્યા સુધીમાં પ થી ૧૦ મીમી વરસાદ નોંધાયો : રસ્તાઓ પર પાણી ફરી વળ્યા : નવરાત્રીની તૈયારીઓ-વેલકમ નવરાત્રીનાં કાર્યક્રમોમાં વિક્ષેપ

વરસાદનો વિક્ષેપ :  શહેરમાં આજે સવારથી વરસાદનાં અત્યંત હળવા ભારે ઝાપટા વરસી રહ્યા હોઇ આજે કેટલાક સ્થળે યોજાયેલા 'વેલકમ નવરાત્રી'નાં અર્વાચીન ડાંડીયા રાસનાં મેદાનોમાં પાણી ભરાઇ જતાં આયોજકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને કાર્યક્રમ રદ કરવાની સ્થિતિ સર્જાયેલ. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:43 pm IST)