Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જૈન સમાજની દિકરીઓ માટે માતાજીની આરાધનાનો અવસર

રવિવારની રઢિયાળી રાત્રે ચંદ્રમાની ચાંદની અને જૈન વિઝનના ગરબાનો સુભગ સમન્વય : સોનમ ગરબા નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ - પ્રિન્સેસ ઉપર આકર્ષક ઈનામોનો વરસાદ : તડામાર તૈયારીઓ

રાજકોટ, તા. ૨૭ : જૈન વિઝન દ્વારા સતત બીજા વરસે યોજાયેલા સોનમ ગરબા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પુરી થઈ ગઈ છે અને તા.૨૯મીને રવિવારની રઢિયાળી રાત્રે ચંદ્રમાની ચાંદનીમાં જૈન સમાજના બહેનો અને ભાઈઓ જયારે ગરબા રમશે.

આ વખતે પણ જૈન સમાજની બહેનોને અને બાળકો માટે નવરાત્રી માટે સીઝન પાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે.આ વર્ષે આ ગરબાને બહોળો પ્રતિસાદ મળ્યો છે અને અદભુત ઘસારો પાસનું બુકીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે જેમને જૈન વિઝનના ગરબામાં રમવાની તક નથી મળી તેઓને આવતા વર્ષે તક મળશે તેમ જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું છે.

શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના મેદાનમાં તા.૨૯થી ૭ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવ માટે ખેલૈયાઓએ દર્શાવેલા ઉત્સાહથી જૈન વિઝનની ટીમનો ઉત્સાહ પણ વધ્યો છે.

છેલ્લં છ વર્ષની આવો રે આવો મહાવીર નામ લઈએ જેવા કાર્યક્રમો ઉપરાંત સમાજોપયોગી કાર્યો કરનાર સંસ્થા જૈન વિઝન દ્વારા રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનોના સહયોગથી આ વખતે સતત બીજા વરસે નવરાત્રી દરમિયાન નવ દિવસના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીનું પર્વ મા જગદંબાની આરાધનાનું પર્વ છે અને સમાજમાં રહેલી આસૂરી શકિતઓનો નાશ કરવા માટે તેની ઉજવણી કરવામાં આવે છે. તો પાવન હેતુ માટે આ વર્ષે આ આયોજન જૈન સમાજના લોકો માટેનું જ છે અને તેમાં બહેનોને વિનામૂલ્યે સીઝન પાસ આપવામાં આવ્યા છે.

આ નવરાત્રીમાં સીઝન પાસ કઢાવનાર બહેનોને આકર્ષક ગિફટ, નવરાત્રી દરમિયાન ત ખેલૈયાઓને દ્ ચાંદીની ગીની, વિજેતા થનાર ખેલૈયા (પ્રિન્સ-પ્રિન્સેસ)ને દરરોજ સોના મહોરથી નવાજવામાં આવશે, જોવાના પાસ ફ્રી તેમાં પણ, નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં ૮ વાગ્ય, આરતી માં જોડાઈ જવું ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ સેલિબ્રિટીઝની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાળવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિયમ ટાઈપ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.

ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈ ફાઈ સરાઉન્ડિંગ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંદ્યો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા કરવામાં આવી છે. જૈન વિઝન આયોજન અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અજલિબેન રૂપાણીને આમંત્રણ પાઠવાયુ છે,જૈન સમાજના મોભી જયોતિન્દ્રભાઈ મહેતા અનિલભાઈ દેસાઈ ચંદ્રકાંતભાઈ શેઠ જીતુભાઇ ચા વાળા પ્રવીણભાઈ કોઠારી ઈશ્વરભાઈ દોશી યુવા અગ્રણી મેહુલભાઈ રૂપાણી કમલેશભાઈ શાહ પિયુષભાઈ શાહ અમીનેષભાઈ રૂપાણી દર્શનભાઈ શાહ પીયૂષભાઈ મહેતા રાજુભાઇ કેસ્ટ્રોલ રાહુલભાઈ મેહતા સહિતના આગેવાનોનું માંગદર્શન મળેલ છે.

આયોજનને સફળ બનાવવા ચેરમને જયેશ શાહ વાઇસ ચેરમેન સુનિલ શાહ ભરત દોશી ધીરેન ભરવાડા જય ખારા હિતેશ મહેતા જય કામદાર વિભાસ શેઠ ગિરીશ મહેતા યોગેન દોશી નિર્મળ શાહ જશમીન ધોળકિયા કેતન દોશી તુષાર પતિરા મહેશભાઈ મણીયાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:35 pm IST)