Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

'ટપુ સેના'ના માધ્યમથી ગાંધીજીના સિધ્ધાંતોનું નવી પેઢીમાં સિંચન કરવા તારક મહેતાનાં નિર્માતા આશિતભાઇ મોદીનો પ્રયોગ

રાજકોટઃ દેશભરમાં પૂ. મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતીની ઉજવણી કરી પૂ. બાપુના સિધ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવાનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોને સફળ બનાવવા માટે જાણીતી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા આશિતભાઇ મોદીએ નિર્ધાર કરી નવી પેઢીમાં ગાંધીજી શું હતા? તેના સિધ્ધાંતો કેવા હતા? આપણે આઝાદીના ફળ ભોગવી રહયા છીએ. ગાંધીજીની ભુમીકા કેવી હતી? વિ. બાબતો તારક મહેતાની યુવા ટીમ એવી 'ટપુસેના' ના માધ્યમથી કરવા આજે રાજકોટનાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે પ્રોજેકટ હેડ સોહીલ રામાણી (મૂળ સૌરાષ્ટ્ર-જુનાગઢ) પંથકનાં વતનીની રાહબરીમાં કરવામાં આવેલ.

તારક મહેતા ટીમ દ્વારા રાજકોટના કબા ગાંધી ડેલો, સાબરમતી આશ્રમ, કોચરબા આશ્રમ પોરબંદરનું કીર્તી મંદિર તથા વર્ધા (પુના) પૂ. મહાત્મા ગાંધીજી આશ્રમનાં જુદા જુદા વિભાગો કાર્યનું શુટીંગ કરવામાં આવનાર છે. જ્ઞાન સાથે ગમ્મત પીરસતી તારક મહેતા સિરીયલ ફરી એક વખત સામાજીક કાર્યને અગ્રતા આપી છે. તારક મહેતાનાં નિર્માતા આશીતભાઇ મોદી નરેન્દ્રભાઇ  મોદીના ગામ વડનગરનાં મૂળ વતની છે. તારક મહેતા ટીમનાં વડીલ એવા ચંપકચાચા, સિધ્ધાંત પ્રિય શિક્ષક આત્રામ ભીંડે અને ટપુ સેનાનો ટપુ, ગોગી, ગોલી સોનુ અને પીન્ટુની ટીમ આવી છે. તસ્વીરમાં શુટીંગના દ્રશ્યો દ્રષ્ટિગોચર થાય છે. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

(3:34 pm IST)